હાઈકોર્ટનો નિર્ણય : લિવ-ઈન રિલેશનશિપ બાદ બ્રેકઅપ થાય તો મહિલા ભરણ-પોષણ મેળવવા માટે હક્કદાર
મધ્યપ્રદેશ હાઈકોર્ટે લિવ-ઈન રિલેશનશિપના કેસમાં મહિલાઓને અધિકાર આપવાની દિશામાં મહત્ત્

મધ્યપ્રદેશ હાઈકોર્ટે લિવ-ઈન રિલેશનશિપના કેસમાં મહિલાઓને અધિકાર આપવાની દિશામાં મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે, જો લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યા બાદ બ્રેકઅપ થશે તો મહિલા ભરણ-પોષણ મેળવવા હક્કદાર છે. હાઈકોર્ટે એક અરજીની સુનાવણી દરમિયાન કહ્યું કે, જો કોઈ મહિલાના પુરુષ સાથે ઘણા સમય સુધી સંબંધો હોય અને પછી તેઓ જુદા થઈ ગયા હોય, તો તે મહિલા ભરણ-પોષણ મેળવવા માટે હક્કદાર છે. ભલે તેમણે કાયદેસર લગ્ન કર્યા ન હોય.
બાલાઘાટ જિલ્લા અદાલતે લિવ-ઈન રિલેશનશિપના કેસમાં મહિલાની તરફેણમાં ચુકાદો આપી અરજદાર શૈલેષ બોપચેને 1500 રૂપિયા ભરણ-પોષણ આપવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદ તે આદેશને બોપચેએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અરજદાર યુવક મહિલા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો હતો.
મહિલાએ બાળકને જન્મ આપ્યો, તેથી ભરણ-પોષણ માટે હક્કદાર: હાઈકોર્ટ
બોપચેના વકીલે કોર્ટમાં કહ્યું કે, મહિલા તેની કાયદેસરની પત્ની નથી, તેથી સીઆરપીસીની કલમ 125 હેઠળ ભરણ-પોષણ મેળવવા હક્કદાર નથી. ત્યારે આ કેસમાં ન્યાયાધીશ જી.એસ. અહલૂવાલિયાની બેંચે કહ્યું કે, ‘ટ્રાયલ કોર્ટે એવું કહ્યું નથી કે, મહિલા તેની કાયદેસરની પરિણીત પત્ની છે અને મંદિરમાં લગ્ન થયા હોવાનું સાબિત પણ કરી શકી નથી.’ આ સાથે જ કોર્ટે આદેશમાં કહ્યું કે, ‘ટ્રાયલ કોર્ટે નિષ્કર્ષ આપ્યો છે કે, પુરુષ અને મહિલા લાંબા સમયથી પતિ-પત્નીની તરીકે રહેતા હતા અને મહિલાએ એક બાળકને જન્મ પણ આપ્યો છે, તેથી મહિલા ભરણ-પોષણ માટે હક્કદાર છે.’ સુનાવણી દરમિયાન ન્યાયાધીશોએ ભારપૂર્વક કહ્યું કે, ‘જો કપલ વચ્ચે શારિરીક સંબંધ બંધાયા હોવાના પુરાવા છે, તો ભરણ-પોષણ માટે ઈન્કાર ન કરી શકાય.






