મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

તિહાડ જેલમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, સંજય સિંહે કહ્યું- કેજરીવાલને કંઈ થશે તો જવાબદારી કોની?

દિલ્હીની તિહાડ જેલમાં બે જૂથ વચ્ચે બબાલ જોવા મળી હતી. હિંસક અથડામણને કારણે જેલમાં

તિહાડ જેલમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, સંજય સિંહે કહ્યું- કેજરીવાલને કંઈ થશે તો જવાબદારી કોની?

દિલ્હીની તિહાડ જેલમાં બે જૂથ વચ્ચે બબાલ જોવા મળી હતી. હિંસક અથડામણને કારણે જેલમાં તણાવની સ્થિતિ છે. જેને પગલે હવે આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે મોટો મુદ્દો બનાવી દીધો છે, તેમની નજરમાં અરવિંદ કેજરીવાલ તિહાડ જેલમાં બંધ છે અને જો ત્યાં સ્થિતિ આવી જ રહી તો તેમના જીવ પર મોટો ખતરો છે.

મીડિયા સાથે વાત કરતા AAP સાંસદ સંજય સિંહે કહ્યું કે, તિહાડ જેલમાં ઘણી હત્યાઓ થઈ છે, જ્યારે હું કહું છું કે, કેજરીવાલના જીવને ખતરો છે, કેજરીવાલ વિરુદ્ધ ષડયંત્ર ચાલી રહ્યું છે, કેજરીવાલના જીવન સાથે રમત રમાઈ રહી છે, પણ મારા પર કોઈ વિશ્વાસ કરતું નથી. પરંતુ તમે જ વિચારો, જો જેલમાં અરવિંદ કેજરીવાલ સાથે આવું કંઈ થશે તો તેની જવાબદારી કોણ લેશે. વિપક્ષવાળા એક ખતરનાક ષડયંત્ર રચી રહ્યા છે.

જણાવી દઈએ કે, આવું પહેલી વખત નથી કે આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલની સુરક્ષાને મોટો મુદ્દો બનાવ્યો હોય. જ્યારથી કેજરીવાલ જેલમાં ગયા ત્યારથી  AAP સતત કહેતી આવી છે કે તેમના જીવને જોખમ છે, તેમને સમયસર દવાઓ આપવામાં આવી નથી. દિલ્હીના સીએમની તબિયત લથડી છે. પરંતુ આ બધા પર જેલ પ્રશાસને બે શબ્દોમાં કહી દીધું કે, સુરક્ષામાં કોઈ બાંધછોડ કરવામાં આવી નથી. એવું કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલે વધુ મીઠાઈઓ અને કેરીઓ ખાઈને તેમનું શુગર લેવલ વધારવાનો પ્રયાસ કર્યો છે. જેના આધાર પર મેડિકલી જામીન મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

હવે એક તરફ આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે અને બીજી તરફ અરવિંદ કેજરીવાલને કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. હાલમાં તેમની કસ્ટડી 7 મે સુધી લંબાવવામાં આવી છે, એટલે લોકસભા ચૂંટણી પ્રચારમાં ભાગ નહીં લઈ શકે. AAP પાર્ટી સતત કહી રહી છે કે અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી અને ED ભાજપના ઈશારે તમામ પ્રકારની કાર્યવાહી કરી રહી છે.

આ સમાચાર શેર કરો