મધ્યપ્રદેશના શિવપુરીમાં IAF ફાઇટર જેટની ભૂલથી ડ્રોપ ટેન્ક પડ્યું, જમીન પર મિલકતને નુકશાન
મધ્યપ્રદેશના શિવપુરીમાં IAF ફાઇટર જેટે ભૂલથી ડ્રોપ ટેન્ક પડ્યું હતું જેના કરને એક ઘરને ન

મધ્યપ્રદેશના શિવપુરીમાં IAF ફાઇટર જેટે ભૂલથી ડ્રોપ ટેન્ક પડ્યું હતું જેના કરને એક ઘરને નુકશાન થયું છે. ભારતીય વાયુસેના (IAF) એ જણાવ્યું કે, ‘આજે મધ્યપ્રદેશના શિવપુરી નજીક IAF વિમાનમાંથી બિન-વિસ્ફોટક એરિયલ સ્ટોરના અજાણતા પડવાથી જમીન પર થયેલી મિલકતને થયેલા નુકસાન બદલ દુઃખ વ્યક્ત કરે છે અને આ ઘટનાની તપાસ શરૂ કરી છે.’
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના પિચોર તાલુકામાં શુક્રવારે (25 એપ્રિલ) એક ચોંકાવનારી ઘટના બની. અચાનક આકાશમાંથી ભારે ધાતુ પડવાથી ઠાકુર બાબા કોલોનીમાં હોબાળો મચી ગયો હતો. આ ઘટના મનોજ સાગરના ઘરમાં બની હતી, જ્યાં મકાન ધરાશાયી થવાથી ઘરના બે રૂમ અને એક બાઇક અને એક કાર સંપૂર્ણપણે નુકસાન પામી હતી. ઘટના બાદ લોકોનું ટોળું એકઠું થઈ ગયું.
મનોજ સાગરે કહ્યું, "અમે જમતા હતા. એટલામાં જ એક વિમાન ઉપરથી પસાર થયું અને એક જોરદાર અવાજ સંભળાયો. એવું લાગતું હતું કે કોઈ મોટી ઘટના બની ગઈ છે. બધા ડરી ગયા. ઘર અને કારને પણ નુકસાન થયું."
ઘટના સમયે ઘરમાં ચાર લોકો હાજર હતા, પરંતુ સદનસીબે, બધા સુરક્ષિત છે. માહિતી મળતા જ તહસીલદાર, એસડીએમ અને એસડીઓપી પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો.
વહીવટીતંત્રે આ રહસ્યમય વસ્તુની તપાસ શરૂ કરી દીધી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે વિમાન થોડા સમય માટે તે સ્થળની નજીક ઉડતું રહ્યું જ્યાં આ ઘટના બની હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું, "આ ઘટના સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી. વાયુસેનાના વિમાનમાંથી ધાતુ જેવી વસ્તુ પડી હતી, જેના કારણે ઘરના બે રૂમને નુકસાન થયું હતું. ઘરમાં ચાર સભ્યો હતા, તેઓ સુરક્ષિત છે. ગ્વાલિયર એરબેઝને આ અંગે જાણ કરવામાં આવી છે."







