Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Horrific accident in Maharashtra's Solapur: 14 dead as van carrying devotees falls into well

મહારાષ્ટ્રના સોલાપુરમાં ભયાનક અકસ્માત: શ્રદ્ધાળુઓને લઈ જતી વાન કૂવામાં ખાબકતા 14ના મોત

Timeછેલ્લું અપડેટ : 15 Jun 2026
લાઇવ ટીવીGoogle News
મહારાષ્ટ્રના સોલાપુરમાં ભયાનક અકસ્માત: શ્રદ્ધાળુઓને લઈ જતી વાન કૂવામાં ખાબકતા 14ના મોત
સોર્સ : gstv

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના માલશિરસ વિસ્તારમાં એક મોટી અને દુર્ઘટના સર્જાઈ છે. મ્હાસવાડ-પંઢરપુર માર્ગ પર તાંડુવાડી ગામ નજીક શ્રદ્ધાળુઓથી ભરેલી એક પિકઅપ ગાડી અચાનક રસ્તા કિનારે આવેલા કૂવામાં ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં 14 લોકોના ઘટનાસ્થળે જ ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. તમામ મૃતકો પંઢરપુર વિસ્તારના રંજની ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

App Store

સિદ્ધનાથના દર્શન કરી પરત ફરતી વખતે નડ્યો કાળ

મળતી માહિતી મુજબ, રંજની ગામના આ શ્રદ્ધાળુઓ મ્હાસવાડ ખાતે સિદ્ધનાથના દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરીને જ્યારે તેઓ પિકઅપ ગાડીમાં પોતાના ગામ પરત ફરી રહ્યા હતા, ત્યારે માલશિરસ તાલુકાના તાંડુવાડી ગામ પાસે આ અકસ્માત નડ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે સ્થાનિક લોકોના મોટા ટોળા ઉમટી પડ્યા હતા.

મૃતકોમાં મહિલાઓ અને બાળકો સામેલ, 2 લોકોનો બચાવ

ઘટનાની જાણ થતાં જ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને યુદ્ધના ધોરણે રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં 2 લોકોનો ચમત્કારિક બચાવ થયો છે. અત્યાર સુધીમાં કૂવામાંથી 8 લોકોના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા છે, જેમાં 4 મહિલાઓ અને 4 બાળકોનો સમાવેશ થાય છે. માલશિરસના સ્થાનિક ધારાસભ્ય ઉત્તમ જાનકર પણ પરિસ્થિતિની સમીક્ષા કરવા ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે.

ઓવરલોડિંગના કારણે બચાવ કામગીરીમાં નડ્યા અવરોધો

અહેવાલો અનુસાર, પિકઅપ વાહનમાં ક્ષમતા કરતાં વધુ એટલે કે ઓવરલોડિંગ કરીને મુસાફરો બેસાડવામાં આવ્યા હતા, જેના લીધે શરૂઆતમાં બચાવ કામગીરીમાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ પ્રશાસન દ્વારા હાલમાં અકસ્માતનો ગુનો નોંધીને તપાસની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલમાં ઘાયલોની સારવાર અને મૃતકોની ઓળખ કરવાની કામગીરી પણ સમાંતર ચાલી રહી છે.

ટોપિક્સ:gstv newsindia news