દિલ્હીમાં પેટમાં સળગતું રોકેટ વાગતા 10 વર્ષના બાળકનું મોત

દિવાળીએ દિલ્હીમાં એક પરિવારમાં માતમ પ્રસરી ગયું. ફટાકડાં ફોડતી વખતે એક 10 વર્ષનું બાળક દુર્ઘટનાનો શિકાર થઈ ગયો હતો. સળગતું રોકેટ સીધું તેના પેટમાં વાગ્યું હતું. જેના કારણે તે ગંભીર રીતે દાઝી ગયો હતો. પરિજનો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈને પહોંચ્યા પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દેતા પરિવાર પર આભ તૂટી પડ્યો હતો.
બાળકના મૃત્યુ બાદ પરિજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવી દીધો હતો અને તેમણે સારવારમાં બેદરકારીનો આરોપ પણ મૂક્યો હતો. આ ઘટના દિલ્હીના નરેલા વિસ્તારની રાજીવ કોલોનીમાં બની હતી. પરિજનોને જણાવ્યું કે રવિવારે દિવાળીની પૂજા-પાઠ બાદ અમે ફટાકડા ફોડી રહ્યા હતા. આ દરમિયાન રોકેટ છોડતા જ બાળકના પેટમાં વાગ્યુ હતું. આ રોકેટ આકાશમાં જવાને બદલે પેટમાં વાગતા મોટી દુર્ઘટના સર્જાઈ અને બાળક ગંભીર રીતે દાઝી ગયુ હતું.
જાહેરાત






