Video: દિલ્હીમાં પ્રદૂષણનો કહેર

દેશની રાજધાની દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ગંભીર બન્યું છે. શહેરના મથુરા રોડ સહિત અનેક વિસ્તારોમાં ધુમ્મસની ગાઢ ચાદર જોવા મળી રહી છે. હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધતા વાતાવરણ ધૂંધળું બન્યું છે. ગાઢ ધુમ્મસના કારણે વાહનચાલકોને ઓછી વિઝિબિલિટીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સવારથી જ રસ્તાઓ પર ધુમ્મસની અસર જોવા મળી રહી છે. પ્રદૂષણની વધતી સમસ્યાને કારણે દિલ્હીના નાગરિકોની ચિંતામાં વધારો થયો છે.
જાહેરાત






