Video: યોગી સરકારે રાજ્ય સરકાર કર્મચારીઓના DAમાં કર્યો ૫ ટકાનો વધારો

ઉત્તર પ્રદેશ સરકારે દિવાળી પર્વ નિમિત્તે રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા માં ૫ ટકાના વધારાની જાહેરાત કરી છે.આ વધારા બાદ હવે રાજ્ય કર્મચારીઓનો ડીએ ૫૮ ટકાથી વધીને ૬૩ ટકા થઈ જશે, જે આગામી ૧ જુલાઈ ૨૦૨૬થી અમલી ગણાશે.સરકારના આ નિર્ણય મુજબ જુલાઈથી ઓક્ટોબર ૨૦૨૬ સુધીના ચાર મહિનાનું ડીએ એરિયર્સ કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ ખાતામાં જમા કરવામાં આવશે અને નવેમ્બર મહિનાના પગાર સાથે તેનો સીધો લાભ મળશે.આ નિર્ણયથી રાજ્ય કર્મચારીઓ ઉપરાંત સહાયતા પ્રાપ્ત શિક્ષણ સંસ્થાઓ, તાંત્રિક શિક્ષણ સંસ્થાઓ તેમજ શહેરી સ્થાનિક સંસ્થાઓના લાખો કર્મચારીઓને આર્થિક લાભ થશે.
જાહેરાત








