Video: પાણી માટે રસ્તા પર ઉતરી મહિલાઓ

મહારાષ્ટ્રના હિંગોલીમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓ અને સ્થાનિક રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. કલેક્ટર કચેરીની બહાર હિંગોલી-નાન્ડેડ હાઈવે પર મહિલાઓ અને સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. લાંબા સમયથી પાણી પુરવઠાની સમસ્યાનો સામનો કરી રહેલા લોકોએ તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓએ નિયમિત પાણી પુરવઠો શરૂ કરવાની માગ સાથે હાઈવે પર બેસીને વાહનવ્યવહાર અટકાવ્યો હતો. આ વિરોધના કારણે હાઈવે પર વાહનોની અવરજવર પ્રભાવિત થઈ હતી. સ્થાનિકોએ તાત્કાલિક પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની માગ કરી છે.
જાહેરાત







