Video: અખિલેશ યાદવની અયોધ્યા મુલાકાત પહેલા રાજકીય ગરમાવો...સીએમ યોગી આદિત્યનાથે કહ્યુઃ રામ ભક્તો પર ગોળી ચલાવનાર નેતાઓ માફી માંગીને અયોધ્યા આવે

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની સંભવત મુલાકાતને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો છે...અયોધ્યામાં ભવ્ય દિપોત્સવની ઉજવણી દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે અખિલેશ યાદવનું નામ લીધા વિના નિશાન તાક્યું....તેમણે વધુમાં કહ્યું કે, જે લોકોએ અદાલતમાં વકીલોની ફોજ ઊભી કરી હતી, તેમને આજે રામનું અસ્તિત્વ સ્વીકારવાની સદબુદ્ધિ આવી છે અને આ આપણી મોટી વૈચારિક જીત છે.. . યોગી આદિત્યનાથે ચેતવણી આપતા કહ્યું કે રામે સૌને અપનાવ્યા છે, પરંતુ જો કોઈ મારીચ બનીને આવશે તો તે રામના બાણથી બચી શકશે નહીં.
જાહેરાત






