VIDEO: 'તેઓ ક્યા રંગના અન્ડરગાર્મેન્ટ....' હાઈકોર્ટના જજે મહિલા વકિલ પર કરી વાંધાજનક ટિપ્પણી
કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ વેદવ્યાસચાર શ્રીશાનંદનો પશ્ચિમ બેંગલુરુમાં મુસ્લિમ બહુમતીવા

કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ વેદવ્યાસચાર શ્રીશાનંદનો પશ્ચિમ બેંગલુરુમાં મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારને ‘પાકિસ્તાન’ તરીકે ઓળખાવતો વીડિયો વાયરલ થયાના કલાકો બાદ વધુ એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો મહિલા વકિલે જ સોશિયલ મીડિયામાં મુક્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે હાઈકોર્ટમાં એક કેસની દલિલ દરમિયાન જજ મહિલા વકીલ પર અસંવેદનશીલ અને વાંધાજનક ટિપ્પણી કરતા જોવા મળે છે. વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંગે પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સુપ્રીમ કોર્ટને આ મામલે સંજ્ઞાન લેવાની અપીલ કરી છે.
આ વીડિયોમાં જસ્ટિસ શ્રીશાનંદ વિપક્ષના વકીલને પૂછવામાં આવેલા પ્રશ્નનો મહિલા વકીલે જવાબ આપવા બદલ તેમને ઠપકો આપ્યો હતો. જસ્ટિસ શ્રીશાનંદ મહિલા વકીલને કહે છે કે, તે વિપક્ષી વકિલ વિશે બહુ બધું જાણે છે. તે આગલી વખતે તેના અંડરગારમેન્ટનો રંગ પણ કહી શકે છે. હકિકતમાં કર્ણાટક હાઈકોર્ટમાં એક કેસની સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન તેણે આ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
વાયરલ વીડિયોની શરૂઆતમાં તે એક પુરૂષ વકીલને જજ પૂછી રહ્યા છે. “તમે માત્ર એટલા માટે ચેક પર નથી લખી શકતા કારણ કે તે બ્લેન્ક છે. તે 3 વર્ષ માટે જેલમાં જશે. શું તમે આ સમજો છો?” વકીલે જવાબ આપ્યો કે, હા તે આ બાબત સમજે છે. પછી ન્યાયમૂર્તિ તેમને પૂછે છે કે શું સંદર્ભિત વ્યક્તિ આવકવેરો ચૂકવે છે. પુરુષ વકીલ જવાબ આપે તે પહેલાં, વિરોધી વકીલ જવાબ આપે છે કે જે વ્યક્તિને સવાલ કરવામાં આવી રહ્યો છે તે આવકવેરાદાતા છે.
આ પછી જજ શ્રીશાનંદે મહિલા વકિલને ઠપકો આપતા કહ્યું કે, તે શા માટે જવાબ આપી રહી છે. જજે કહ્યું, “થોભો અમ્મા.” આ પછી મહિલા વકિલ જજની માફી માંગે છે. આ પછી જસ્ટિસ શ્રીશાનંદ હસતા હસતા કન્નડમાં કહે છે, “તમે તેમના વિશે બધું જાણો છો. જો કાલે પૂછવામાં આવે તો તમે જણાવી દેશો કે તેઓ ક્યા રંગના અન્ડરગાર્મેન્ટ પહેરે છે.”
ઇન્દિરા જયસિંગે કાર્યવાહીની માંગ કરી હતી
જસ્ટિસ શ્રીશાનંદે હસતાં હસતાં કરેલી આ ટિપ્પણીથી સામે બેઠેલા વકીલો પણ હસવા લાગે છે. હવે લોકો સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ઘણા લોકોએ જજ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે પોતાના એક્સ એકાઉન્ટ પર વીડિયો ક્લિપ પોસ્ટ કરતા ટ્વિટ કર્યું કે, જજ શ્રીશાનંદે જણાવવું જોઈએ કે લિંગ સંવેદનશીલતા શું છે. "અમે ભારતના મુખ્ય ન્યાયાધીશને અપીલ કરીએ છીએ કે તેઓ આ ન્યાયાધીશની ટિપ્પણી અંગે સ્વતઃ સંજ્ઞાન લઈને કાર્યવાહી કરે. તેમને લિંગ સંવેદનશીલતા તાલીમ માટે મોકલે.








