મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સ્વતંત્રતા દિવસ પર દિલ્હીમાં હાઇએલર્ટ: આતંકીઓ આત્મઘાતી હુમલો કરવાના ઇનપુટ, રાજનાથ સિંહે બોલાવી બેઠક

સ્વતંત્રતા દિવસ પર દિલ્હીમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર જાસુસી એજન્સીઓ પાસેથી ઇનપુટ મળ્યા છે

સ્વતંત્રતા દિવસ પર દિલ્હીમાં હાઇએલર્ટ: આતંકીઓ આત્મઘાતી હુમલો કરવાના ઇનપુટ, રાજનાથ સિંહે બોલાવી બેઠક

સ્વતંત્રતા દિવસ પર દિલ્હીમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર જાસુસી એજન્સીઓ પાસેથી ઇનપુટ મળ્યા છે કે જમ્મુમાં સક્રિય આતંકી દિલ્હી અથવા તેની આસપાસના વિસ્તારમાં આત્મઘાતી હુમલો કરી શકે છે. 

દિલ્હી સિવાય પંજાબમાં પણ સુરક્ષા દળોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉગ્રવાદીઓ વચ્ચે થયેલી વાતચીતના આધાર પર જાસુસી એજન્સીઓએ ઇનપુટ આપ્યા છે. એજન્સીઓનું કહેવું છે કે જરૂરી નથી કે આ હુમલો સ્વતંત્રતા દિવસ પર જ થાય. આવું એટલા માટે કે તે દિવસે ભારે સુરક્ષા વ્યવસ્થા દરેક જગ્યાએ તૈનાત રહે છે પરંતુ એક કે બે દિવસ બાદ આતંકી હરકત કરી શકે છે.

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં જોવા મળેલા બે શંકાસ્પદોના દિલ્હી તરફ મૂવમેન્ટ કરવાની આશંકા છે. આ લોકો પાસે હથિયાર પણ છે. આશંકા છે કે આ લોકો પઠાણકોટ તરફ ગયા છે અને ત્યાથી દિલ્હી તરફ જઇ શકે છે. આટલું જ નહીં સુરક્ષા દળ અને એજન્સીઓને આશંકા છે કે આ આતંકી અમરનાથ યાત્રાને પણ નિશાન બનાવી શકે છે. આ સિવાય દિલ્હીની જાણીતી સંસ્થાઓને પણ ટાર્ગેટ બનાવી શકે છે. 

એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારે ભીડ ધરાવતા વિસ્તારોને પણ આતંકી નિશાન બનાવી શકે છે. આ એલર્ટ એવા સમયે જાહેર કરવામાં આવ્યું છે જ્યારે કાશ્મીરના મુકાબલે શાંત ગણાતા જમ્મુમાં આતંકી હરકત વધી છે. કઠુઆ, ડોડા, ઉધમપુર અને રાજૌરી જેવા જિલ્લામાં આતંકી હુમલા વધ્યા છે. હવે આ આશંકા પણ છે કે આ આતંકી પંજાબ અને દિલ્હી તરફ વધી શકે છે.

રાજનાથ સિંહે બોલાવી બેઠક

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જમ્મુ કાશ્મીરમાં વધી રહેલી આતંકવાદ સંબંધિત ઘટનાઓ પર એક મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી છે. સાઉથ બ્લોકમાં ચાલી રહેલી બેઠકમાં NSA અજીત ડોભાલ, ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને અન્ય સુરક્ષા-સંબંધિત એજન્સીઓના વડાઓ ભાગ લઈ રહ્યા છે. સંરક્ષણ સચિવ અને ડીજીએમઓ (ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ) પણ બેઠકમાં હાજર છે.

આ સમાચાર શેર કરો