'જા લટકી મર', માત્ર એટલું કહેવું કે આ આત્મહત્યા માટે ઉશ્કેરણી નથી: હાઈકોર્ટ
આત્મહત્યા સાથે જોડાયેલા કેસની સુનાવણી કરી રહેલી કર્ણાટક હાઈકોર્ટે મહત

આત્મહત્યા સાથે જોડાયેલા કેસની સુનાવણી કરી રહેલી કર્ણાટક હાઈકોર્ટે મહત્ત્વની ટિપ્પણી કરી છે. હાઈકોર્ટનું કહેવું છે કે માત્ર કોઈને આત્મહત્યા કરવા માટે કહેવાને ઉશ્કેરણી ન ગણી શકાય. આ કેસમાં કોર્ટે અરજદારને રાહત આપી અને તેની સામેની કાર્યવાહી સમાપ્ત કરી દીધી. અરજદાર વતી એવું કહેવામાં આવ્યું હતું કે તેણે માત્ર પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.
જસ્ટિસ એમ નાગપ્રસન્ના આ કેસની સુનાવણી કરી રહ્યા હતા. તેમણે કહ્યું, '...અરજી કરનાર આરોપીએ નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે 'જા અને લટકી મર', તેનો અર્થ એ નથી કે આ IPC કલમ 107ને આકર્ષે છે અને કલમ 306 હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરવા સબબ ગુનો ગણાશે.
કોર્ટે વધુમાં કહ્યું કે, 'મૃતકની આત્મહત્યાના ઘણા કારણો હોઈ શકે છે, જેમાંથી એક હકીકત એ પણ હોઈ શકે છે કે ચર્ચના ફાધર હોવા છતાં તેના અરજદારની પત્ની સાથે ગેરકાયદેસર સંબંધો હતા.' કોર્ટે કહ્યું કે ભારતીય દંડ સંહિતાની કલમ 107 એટલે કે IPCમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે જો આરોપી જાણીજોઈને એવી કોઈ વ્યક્તિની મદદ કરે છે જે કલમ 306ને આકર્ષિત કરે છે, તો કલમ 306 લાગુ કરવામાં આવશે.
શું બાબત હતી
અરજદાર પર એક જુનિયર પાદરીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. પાદરી ઉડુપી જિલ્લાની એક શાળાના આચાર્ય પણ હતા. 11 ઓક્ટોબર 2019ના રોજ તેમનું અવસાન થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફરિયાદ પક્ષે કહ્યું કે અરજદાર તરફથી ધમકી મળ્યા બાદ જ પાદરીએ આવું પગલું ભર્યું હતું.
પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે અરજદારે તેની પત્ની અને પાદરી વચ્ચેના ગેરકાયદેસર સંબંધોને ઉજાગર કરવાની ધમકી આપી હતી.
મીડિયા અહેવાલો અનુસાર, 11 ઓક્ટોબર, 2019 ના રોજ, અરજીકર્તાએ ચર્ચના પાદરીને લગભગ 8.30 વાગ્યે ફોન કર્યો હતો અને પાંચ મિનિટ સુધી વાત કરી હતી. આ દરમિયાન પાદરીએ અરજદારની પત્નીને મોકલેલા મેસેજને લઈને ચર્ચા થઈ હતી. આમાંથી એક મેસેજમાં પાદરીએ અરજદારની પત્નીને કહ્યું હતું કે તે તેની બહેનના લગ્ન સુધી જીવશે નહીં.
આ પછી, પાદરીએ અરજદારને ફોન કર્યો હતો, જ્યાં અરજદારે કહ્યું, 'તારે પોતાને ફાંસી આપવી પડશે, કારણ કે તે પણ ફાંસી લગાવીને આત્મહત્યા કરવા જઈ રહી છે.' આ પછી રાત્રે લગભગ 12 વાગ્યે પાદરી પ્રિન્સિપાલના રૂમમાં લટકતી હાલતમાં મળી આવ્યા હતા.







