Video: ભગવાન શિવની આકૃતિમાં ભવ્ય કાર્તિગઈ દીપમ ઉજવણી

તમિલનાડુના મેટ્ટુપલાયમ નજીક કારામડાઈ ખાતે આવેલા ૨૦૦ વર્ષ જૂના ઐતિહાસિક એલ્લાઈ કરુપ્પસામી મંદિરમાં કાર્તિગઈ દીપમ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર અવસર પર મંદિર પરિસરમાં ભગવાન શિવની વિશાળ અને અદભુત આકૃતિમાં ૧.૦૮ લાખ માટીના દીવા પ્રગટાવવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યું હતું. આ ભવ્ય ધાર્મિક આયોજનમાં ૧,૦૦૮ પરિવારોએ અત્યંત ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ભાગ લઈ વિશેષ પૂજા-અર્ચના કરી હતી. મંદિરમાં પ્રગટાવાયેલા લાખો દીવાઓના અલૌકિક દ્રશ્યો નિહાળવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને સમગ્ર પરિસર ભક્તિમય બની ગયું હતું.
જાહેરાત















