મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હી એરપોર્ટની ઘટના બાદ સરકારની તમામ એરલાઇન્સને સલાહ, હવાઈયાત્રાના ભાડામાં સ્થિરતા જાળવી રાખો

Delhi airport roof collapse: નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શુક્રવારે દિલ્હીના

દિલ્હી એરપોર્ટની ઘટના બાદ સરકારની તમામ એરલાઇન્સને સલાહ, હવાઈયાત્રાના ભાડામાં સ્થિરતા જાળવી રાખો

Delhi airport roof collapse: નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શુક્રવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલ-1 ની છત તૂટી પડવાની ઘટના બાદ એરલાઈન્સને એક એડવાઈઝરી જારી કરી, તેમને દિલ્હી જતી અને આવતી ફ્લાઈટ્સ પર કોઈપણ અસામાન્ય સરચાર્જ ટાળવા માટે સૂચનાઓ આપી છે. 

મંત્રાલયે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે,

“ટર્મિનલ T1D IGIA, દિલ્હી ખાતે બનેલી કમનસીબ ઘટનાને ધ્યાનમાં રાખીને, તમામ એરલાઇન્સને સલાહ આપવામાં આવે છે કે તેઓ દિલ્હી આવતી અને જતી ફલાઇટમાં ભાડામાં કોઈપણ અસામાન્ય વધારા પર નજર રાખે અને આ સંદર્ભે જરૂરી પગલાં લે.ઘટનાને કારણે ફ્લાઇટને રદ્દ કરવા અને રિ-શેડ્યુલ કરવા પર દંડ લગાવી શકાશે નહીં.”

અગાઉ, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 1 પરથી તમામ ફ્લાઇટનું પ્રસ્થાન સ્થગિત કરી દીધું હતું. 

આજે સવારે 5 વાગ્યાની આસપાસ છતનો એક ભાગ અને તેના થાંભલા તૂટી પડ્યા હતા, જેના પરિણામે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને છ અન્ય લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને કારણે વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંના એક ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશનમાં નોંધપાત્ર વિક્ષેપ પડ્યો હતો. 

આ સમાચાર શેર કરો