સૌથી મોટો સંરક્ષણ સોદો, ભારત સરકારે આપી 156 મેડ ઇન ઇન્ડિયા LUH પ્રચંડ હેલિકોપ્ટર ખરીદીને મંજૂરી
ભારતે 156 મેડ ઇન ઇન્ડિયા LUH પ્રચંડ હેલિકોપ્ટર ખરીદવાના અત્યાર સુધીના સૌથી મોટા

ભારતે 156 મેડ ઇન ઇન્ડિયા LUH પ્રચંડ હેલિકોપ્ટર ખરીદવાના અત્યાર સુધીના સૌથી મોટા સંરક્ષણ સોદાને મંજૂરી આપી છે. આજે યોજાયેલી સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. સંરક્ષણ મંત્રાલયે આ નાણાકીય વર્ષમાં 2.09 લાખ કરોડ રૂપિયાથી વધુના કરારો પર હસ્તાક્ષર કર્યા છે.
‘પ્રચંડ’ હેલિકોપ્ટરની વિશેષતાઓ
- આ હેલિકોપ્ટર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
- તેમાં અનેક પ્રકારની મિસાઈલ અને હથિયારો લગાવી શકાય છે.
- હેલિકોપ્ટરમાં અનગાઈડેડ બોમ્બ અને ગ્રેનેડ લોન્ચર પણ લગાવી શકાય છે.
- લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર એક સમયે 3 કલાક 10 મિનિટ સુધી સતત ઉડી શકે છે.
- તે મહત્તમ 6500 ફૂટની ઊંચાઈ સુધી જઈ શકે છે.
- પ્રચંડ હેલિકોપ્ટર 268 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે.
- તેની રેન્જની વાત કરીએ તો તે 550 કિમી છે.
- આ હેલિકોપ્ટરની લંબાઈ 51.10 ફૂટ અને ઊંચાઈ 15.5 ફૂટ છે.
- બે એન્જિનવાળા આ હેલિકોપ્ટરથી ઘણા હથિયારોના ઉપયોગનું પરીક્ષણ થઈ ચૂક્યું છે.
- તેમાં રડાર ઈવેઝન ફીચર, આર્મર્ડ પ્રોટેક્શન સિસ્ટમ, નાઈટ એટેક અને ઈમરજન્સી લેન્ડિંગ ક્ષમતા છે.
- તે લદ્દાખની તીવ્ર ઠંડીમાં પણ હુમલો કરી શકે છે અને અરુણાચલના વરસાદી અને વાદળછાયું વાતાવરણમાં પણ અસરકારક છે.




