બ્લૂ ડ્રમમાં પૂરવાથી લઈને સાપ પાસે ડંખ મરાવવા સુધી... શું દેશમાં વધી રહ્યો છે 'કિલર વાઇફ સિન્ડ્રોમ'?

છેલ્લા કેટલાક સમયથી દેશમાં પતિ કે ફિયાનસ કે બોય ફ્રેન્ડને પત્ની કે ફિયાન્સી દ્વારા મારી નાખવાના સમાચાર હેડલાઇન બની રહ્યા છે. થોડા સમય અગાઉ આ ઘટનાઓમાં પત્ની કે સ્ત્રી મિત્રની હત્યા થયાના કેસ જોવા મળતા હતા પરંતુ હવે સીનારિયો ઊલટો જોવા મળી રહ્યો છે. લગ્ન અને વિશ્વાસના પવિત્ર સંબંધને શરમાવે તેવી ઘટનાની સંખ્યામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે.
મેરઠમાં પ્રાઇવેટ સ્કૂલના સંચાલક અતુલ સિંહ પંવારના હત્યા કેસમાં પત્ની દામિની પર જ સાપ પાસે ડંખ મરાવી પતિનો જીવ લેવાનો આરોપ લાગ્યો છે. લગ્ન અને વિશ્વાસના પવિત્ર સંબંધને શરમાવે તેવી આવી ઘટનાઓ વચ્ચે એક NGOના રિપોર્ટે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
મેરઠના હસ્તિનાપુર વિસ્તારમાં રહેતા અને પ્રાઇવેટ સ્કૂલ ચલાવતા અતુલ સિંહ પંવાર ૧૬ જુલાઈની રાત્રે પોતાના ઘરમાં સૂતા હતા, પરંતુ તે ઊંઘ તેમની આખરી ઊંઘ સાબિત થઈ. શરૂઆતમાં પત્ની દામિનીએ પતિનું મોત પથારીમાં રહેલા અત્યંત ઝેરીલા 'કરૈત' (Krait) સાપના ડંખથી થયું હોવાનું નાટક રચ્યું હતું. પરંતુ મેરઠ પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં ચોંકાવનારો મોટો દાવો સામે આવ્યો — કિલર સાપ નહીં, પરંતુ પોતે દામિની જ હતી! ૮ વર્ષ જૂની Love Storyનો આવો દર્દનાક અંત કેમ આવ્યો, તેણે આટલી મોટી શડયંત્રકારી યોજના કેમ ઘડી? આ સવાલ હાલ સૌ કોઈને ઝંઝોડી રહ્યો છે.
આ કોઈ એકલદોકલ કિસ્સો નથી. દામિની, મુસ્કાન, સોનમ, નિકિતા, પ્રિયંકા કે રૂબી... નામ ભલે અલગ-અલગ હોય, પરંતુ દેશના અલગ-અલગ ખૂણેથી પતિઓની હત્યા કે તેમને આત્મહત્યા માટે મજબૂર કરવાના કિસ્સા સતત સામે આવી રહ્યા છે.
૨૦૨૬ના માત્ર ૬ મહિનામાં ૫૫૦થી વધુ પતિઓના મોત!
ગુરૂગ્રામ સ્થિત NGO 'એકમ ન્યાય ફાઉન્ડેશન' (Ekam Nyay Foundation) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૬ના પ્રારંભિક ૬ મહિનામાં જ પત્નીઓના હાથે કે તેમના ત્રાસથી કંટાળીને ૫૫૪થી વધુ પતિઓએ જીવ ગુમાવ્યો છે:
-
૩૨૨ કિસ્સા: પત્નીઓએ પોતે અથવા પોતાના પ્રેમી (Lover) સાથે મળીને પતિની નિર્મમ હત્યા (Murder) કરી.
-
૨૩૨ કિસ્સા: પત્નીના ત્રાસ, શારીરિક-માનસિક શોષણ કે પ્રતાડનાથી કંટાળીને પતિઓએ Suicide કરી લીધું.
આંકડા દર્શાવે છે કે દેશમાં દરરોજ સરેરાશ બે પતિઓની હત્યા તેમની પત્નીઓ દ્વારા કરવામાં આવે છે, જ્યારે એક પતિ કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી દે છે.
NCRB પાસે નથી અલગ ડેટા, Media Reportsથી થયો ખુલાસો
ભારતમાં ગુનાઓનો હિસાબ રાખતી એજન્સી National Crime Records Bureau (NCRB) વિવિધ ક્રાઇમનો ડેટા રાખે છે, પરંતુ પત્ની દ્વારા પતિની હત્યા કે પતિ દ્વારા પત્નીની હત્યાનો કોઈ અલગ Categorized Data તૈયાર કરતી નથી. એકમ ન્યાય ફાઉન્ડેશને આ આંકડા દેશભરના ન્યૂઝ પેપર્સ, ટીવી ચેનલો અને ડિજિટલ મિડિયા રિપોર્ટ્સના આધારે એકત્રિત કર્યા છે. NGOનું માનવું છે કે વાસ્તવિક આંકડો આનાથી પણ ઘણો મોટો હોઈ શકે છે.
હત્યાના મુખ્ય કારણો અને દર્દનાક મોડસ ઓપરેન્ડી (Modus Operandi)
આવા કિલર સિન્ડ્રોમ પાછળ મુખ્યત્વે બે મોટાં કારણો સામે આવ્યા છે: ૧. Adultery (વિવાહેતર સંબંધો / Extra-Marital Affairs): મોટાભાગના કિસ્સાઓમાં પત્ની કે પતિના ગેરકાયદેસર સંબંધો જ હત્યાનું મુખ્ય કારણ બને છે. ૨. Domestic Disputes (ઘરેલું કંકાશ): માત્ર આ વર્ષે ૮૮ પતિઓએ ઘરેલું ઝઘડાના કારણે જીવ ગુમાવવો પડ્યો છે.
ખૌફનાક રસ્તાઓ: પતિઓને રસ્તામાંથી હટાવવા અને પુરાવા નાશ કરવા માટે મહિલાઓ અને તેમના પ્રેમીઓ અજીબોગરીબ રસ્તા અપનાવી રહ્યા છે.
-
ક્યાંક પતિની હત્યા કરીને લાશને Blue Drumમાં પેક કરી દેવાઈ,
-
ક્યાંક ઘરના ફ્લોરિંગ (Floor) નીચે જ દાટી દેવાઈ,
-
તો ક્યાંક દર્દી પતિની Drip Bottleમાં ઝેર ભેળવી દેવાયું!
તાજેતરમાં કરાટક ના હુબલી-ધારવાડમાં એક ડોક્ટર પત્નીએ પોતાના જ ડોક્ટર પતિની ચાકુના ઘા મારી હત્યા કરી અને પોતાના ૮ વર્ષના નિર્દોષ પુત્ર પર પણ હુમલો કર્યો. પતિની લાશ અને લોહીલુહાણ પુત્ર સામે હોવા છતાં તે મહિલા આરામથી બેસીને મોબાઈલ પર Reels જોતી રહી હતી!
આ પ્રકારના વધતા Crime Graphએ હવે સમાજ, કાયદાકીય પ્રણાલી અને વિવાહિત જીવનના મૂલ્યો સામે મોટા પ્રશ્નાર્થચિહ્નો ઊભા કરી દીધા છે.

