Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Friendship on social media and 19-year-old 'hunter' lures 180 minors

અમરાવતી યૌન કેસ:  Social media પર મિત્રતા અને  19 વર્ષના 'શિકારી'એ 180 સગીરાને ફસાવી

Timeછેલ્લું અપડેટ : 16 Apr 2026
લાઇવ ટીવીGoogle News
અમરાવતી યૌન કેસ:  Social media પર મિત્રતા અને  19 વર્ષના 'શિકારી'એ 180 સગીરાને ફસાવી
સોર્સ : gstv

મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં 19 વર્ષના ‘અયાન અહેમદ’ નામના યુવકે 180 સગીર છોકરીઓને પ્રેમના જાળમાં ફસાવી, તેમનું શારીરિક શોષણ કર્યું, તેમના 350 જેટલા વીડિયો બનાવ્યા અને પછી તેમને બ્લેકમેલ કરીને વેશ્યાવૃત્તિમાં ધકેલવાનો પ્રયાસ કર્યો. આખરે, બે મિત્રો વચ્ચેના નાણાકીય ઝઘડાએ એમનો પર્દાફાશ કરી નાખ્યો. મામલો પોલીસ સુધી પહોંચતાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

App Store

ગુનેગાર કેવી રીતે પકડાયા? 

આ સમગ્ર કાંડનો પર્દાફાશ થવામાં દોસ્તો વચ્ચેની દુશ્મની કારણરૂપ બની. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર અયાન અહેમદ અને તેનો સાથી ઉઝેર ખાન હતા. શરૂઆતમાં બંનેએ વધુમાં વધુ છોકરીઓને પટાવવાની શરત લગાવી હતી. આ કામ કરતાં કરતાં તેમણે 180 સગીરાઓને વાસનાનો શિકાર બનાવીને એમની મરજી વિરુદ્ધ વીડિયો બનાવ્યા. બાદમાં પૈસાને કારણે બંને મિત્રો વચ્ચે ઝઘડો થયો. ઉઝેરે અયાન પાસે પૈસાની માંગ કરી, પરંતુ જ્યારે અયાન તે પૂરી ન કરી શક્યો, ત્યારે ગુસ્સામાં ઉઝેરે 100 જેટલા અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા. આમ, બંને ગુનેગારો વચ્ચેના અણબનાવે એમની કાળી કરતૂતો ઉઘાડી પાડી દીધી.

સોશિયલ મીડિયાથી હોટલ રૂમ સુધી ચાલતો શિકારનો ખેલ 

અયાન મોટાભાગે કોલેજમાં ભણતી અથવા કોચિંગ સેન્ટરમાં જતી છોકરીઓને નિશાન બનાવતો. તે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને સ્નેપચેટ દ્વારા તેમની સાથે દોસ્તી કરતો. મિત્રતા થયા બાદ તે તેમને મોંધા કાફેટેરિયા અને મોટા શહેરો જેમ કે મુંબઈ અને પુણે ફરવા લઈ જતો. ત્યાં તે હોટલ રૂમમાં તેમની સાથે દુર્વ્યવહાર કરતો અને તેના વીડિયો રેકોર્ડ કરતો. વીડિયો બનાવ્યા બાદ તે આ ક્લિપ્સનો ઉપયોગ છોકરીઓને બ્લેકમેલ કરવા માટે કરતો. વીડિયો જાહેર કરી દેવાની ધમકી આપીને તે છોકરીઓને વેશ્યાવૃત્તિ માટે પણ દબાણ કરતો.

180 સગીર છોકરીઓના 350 જેટલા અશ્લીલ વીડિયો બનાવ્યા 

પોલીસે આરોપીનો મોબાઈલ તપાસ્યો ત્યારે જે આંકડા સામે આવ્યા તેણે સમગ્ર મહારાષ્ટ્ર પોલીસ વિભાગને હચમચાવી નાખ્યો.
પીડિત સગીર છોકરીઓની સંખ્યા (અંદાજે) -  180. આરોપીએ ફક્ત એક જ વર્ષના ગાળામાં આટલી છોકરીઓને નિશાન બનાવી હોવાનું કહેવાયું છે.
જપ્ત કરાયેલા વીડિયોની સંખ્યા – 350. તમામ વીડિયો આરોપી અયાનના મોબાઇલ ફોનમાંથી મળી આવ્યા છે. 
વાયરલ કરાયેલા વીડિયોની સંખ્યા – 100. ઉઝેરે આટલા વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાવી દીધા હતા. 
હાલમાં ઓળખાયેલ પીડિતોની સંખ્યા – 8. પોલીસે અત્યાર સુધી માત્ર 8 પીડિતાઓની જ ઓળખ કરી શકી છે, કારણ કે બાકીની સામાજિક તિરસ્કારથી ડરે છે.

કોણ છે અયાન અહેમદ? 

આરોપી ‘અયાન અહેમદ તનવીર’ અમરાવતીના પાર્થવાડા વિસ્તારનો વતની છે. તે અચલપુરની એક કોલેજમાં બીજા વર્ષમાં ભણતો હતો. તે ચકાચક બાઇક પર ફરતો અને ખૂબ પૈસા ખર્ચતો. તેના પિતા સેકન્ડ-હેન્ડ વાહનોનો વેપાર કરે છે, પરંતુ સ્થાનિકોના મતે આટલી મોટી રોકડ અયાનને સટ્ટાબાજી (બેટિંગ)માંથી મળતી હતી.

અયાનનું રાજકીય કનેક્શન 

આરોપી અયાન અહેમદનો સંબંધ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM સાથે હોવાનું પણ સામે આવ્યું છે. તે પાર્ટીના સોશિયલ મીડિયા હેન્ડલનું સંચાલન કરતો હતો. જોકે, આ કૌભાંડ સામે આવતા જ  SITની રચના  કરવામાં આવી છે. પોલીસે તાત્કાલિક 47 સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT) બનાવી છે. આ ટીમ સાયબર સેલની મદદથી વાયરલ થયેલા વીડિયોને દૂર કરવાની કામગીરી કરી રહી છે.

ધરપકડ અને રિમાન્ડ

અયાન અને ઉઝેર સહિત અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમને 21 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. સાથે જ અચલપુર નગરપાલિકાએ આરોપી અયાનના ઘરના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દીધું છે.  

આરોપીઓ પર POCSO એક્ટ લાગ્યો 

આ કેસમાં ભોગ બનેલી મોટાભાગની પીડિતાઓ 16-17 વર્ષની હોવાથી પોલીસે આરોપીઓ સામે POCSO એક્ટ (બાળ જાતીય શોષણ કાયદો) હેઠળ ગુનો નોંધ્યો છે. ઉપરાંત BNS ની કલમ 294 (અશ્લીલ સામગ્રીનું વેચાણ/વિતરણ) અને IT એક્ટ ભંગનો ગુનો પણ લગાવાયો છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે શું આ મામલો કોઈ મોટા હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્કનો ભાગ છે અને આરોપીને અન્ય સાથીઓની મદદ મળી હતી કે કેમ.

પીડિતો માટે પોલીસની અપીલ

આ કેસમાં સૌથી મોટો પડકાર એ છે કે પીડિત છોકરીઓ સામે આવીને નિવેદન નથી આપી રહી, કારણ કે તેમને સમાજમાં બદનામ થવાનો અને તિરસ્કારનો ડર છે. અમરાવતીના એસપી વિશાલ આનંદે જાહેર અપીલ કરી છે કે, ‘અમે પીડિતા અને તેમના પરિવારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખીશું. અમે મહિલા અધિકારીઓ દ્વારા વિશેષ હેલ્પલાઇન શરૂ કરી છે. તમારે ડરવાની જરૂર નથી, આગળ આવો અને ન્યાય અપાવવામાં મદદ કરો.’