Video: બછરાવાં વિસ્તારમાં લાખોનું કાપડ બળી ખાખ

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લાના બછરાવાં વિસ્તારમાં આવેલી એક કપડાની દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં દુકાનમાં રાખવામાં આવેલો લાખો રૂપિયાનો કિંમતી માલસામાન બળીને ખાખ થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો અને સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સરકિટના કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

આ સમાચાર શેર કરો

જાહેરાત