Video: દિલ્હીના ગફ્ફર માર્કેટમાં અચાનક ભયાનક આગ લાગતા અફરાતફરી સર્જાઈ, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના વ્યસ્ત વિસ્તાર ગફ્ફર માર્કેટમાં અચાનક એક દુકાનમાં આગ ભભૂકી ઉઠતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બજારની સાંકડી ગલીઓ અને ગીચ વિસ્તાર હોવાને કારણે આગ આસપાસની અન્ય દુકાનોમાં ન ફેલાય તે માટે ત્વરિત પગલાં લેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના અસંખ્ય જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા. સદભાગ્યે આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાની થયાના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો છે. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે અને પોલીસ દ્વારા આ બાબતે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
જાહેરાત








