ઝારખંડના પલામુમાં બ્લાસ્ટમાં ત્રણ સગીર સહિત ચાર લોકોના મોત
ઝારખંડના પલામુમાં રવિવારે થયેલા વિસ્ફોટમાં ત્રણ સગીર સહિત ચાર લોકોના મોત થ

ઝારખંડના પલામુમાં રવિવારે થયેલા વિસ્ફોટમાં ત્રણ સગીર સહિત ચાર લોકોના મોત થયા છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, રાજ્યની રાજધાની રાંચીથી લગભગ 190 કિમી દૂર મનાતુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભંગારના વેપારી પર વિસ્ફોટ થયો હતો. પલામુ સહિત ચાર બેઠકો પર લોકસભા ચૂંટણીની પૂર્વસંધ્યાએ આ ઘટના બની હતી.
પલામુના પોલીસ અધિક્ષક (SP) રેશ્મા રમેસને પીટીઆઈને જણાવ્યું કે "આ ઘટનામાં ત્રણ સગીર સહિત ચાર લોકોનાં મોત થયાં છે" તેમણે કહ્યું કે, અમે બોમ્બ વિસ્ફોટની શક્યતા સહિત દરેક એંગલથી ઘટનાની તપાસ કરી રહ્યા છીએ.
મોટુ મિયાં ભંગારના દુકાનદાર હતા
મળતી માહિતી મુજબ, મોટુ મિયાંની ભંગારની દુકાન છે. ગામ લોકોએ જણાવ્યું કે મોટુ મિયાં ભંગાર તોડી રહ્યો હતો. આ દરમિયાન વિસ્ફોટ થયો હતો. સવારે ભંગાર ખરીદવા માટે વિસ્તારમાં ગયા હતા. બંધ ટિફિન સ્કેલ પરથી પડી જતાં વિસ્ફોટ થયો હતો.
બોમ્બ બ્લાસ્ટના કારણે વિસ્તારમાં ભયનો માહોલ
પલામુમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં મોટુ મિયાં, તેમનો બાળક, હઝરત અંસારી અને ચરકુ અંસારીના સગીર બાળકો મૃત્યુ પામ્યા હતા. ત્રણ સગીર ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને વધુ સારી સારવાર માટે એમએમસીએચ મેદિનીનગરમાં દાખલ કરવામાં આવ્યા છે. અહી અકસ્માતના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગામમાં શોક પ્રસરી ગયો
ઘટનાને પગલે ગામમાં શોકનો માહોલ છે. લેસલીગંજના એસડીપીઓ મનોજ કુમાર ઝાએ જણાવ્યું હતું કે પ્રારંભિક માહિતી મુજબ, મોટુ મિયાં, એક ભંગારના વેપારી અને ત્રણ સગીરો બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયા હોવાના અહેવાલ છે. તેમને જણાવ્યું કે આ ઘટનામાં ઘાયલ બાળકોને સારવાર માટે પલામુના મેદિનીનગરમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.








