એક નેતા જે રાજકારણ છોડીને ગામડે જવાની કરતા હતા તૈયારી; પછી થયું એવું કે બની ગયા સીધા વડાપ્રધાન
વિચારો, તમે એક રાજનેતા છો અને પાર્ટી માટે સમર્પિત થઇને કામ પણ કરી રહ્યાં છો પરંતુ તમે ક્યારેય વડાપ્રધાન કે મુખ્

વિચારો, તમે એક રાજનેતા છો અને પાર્ટી માટે સમર્પિત થઇને કામ પણ કરી રહ્યાં છો પરંતુ તમે ક્યારેય વડાપ્રધાન કે મુખ્યમંત્રી બનવા અંગે કઇ વિચાર્યું નથી. અચાનક તમને કહેવામાં આવે કે હવેથી તમે દેશની કમાન સંભાળશો તો તમારૂ રિએક્શન કેવું હશે. પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ સાથે પણ કઇક આવું જ બન્યું હતું.
પીવી નરસિંમ્હા રાવે ખુદ આ મહત્ત્વાકાંક્ષા રાખી નહતી કે તે દેશના વડાપ્રધાન બને પરંતુ તેમણે દેશની કમાન સંભાળી અને પાંચ વર્ષ સરકાર પણ ચલાવી હતી. રસપ્રદ વાત આ છે કે વર્ષ 1991ની ચૂંટણી પહેલા તે દિલ્હી છોડી આંધ્ર પ્રદેશમાં પોતાના ગામમાં જવાની તૈયારી કરી ચુક્યા હતા.
ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના વિશ્વાસુ હતા
નરસિંમ્હા રાવ 1977 સુધી આંધ્ર પ્રદેશના રાજકારણ સુધી સીમિત રહ્યાં હતા. વર્ષ 1969માં તેમણે કોંગ્રેસના વિભાજનમાં ઇન્દિરા ગાંધીનું સમર્થન કર્યું છે. ગત સદીના સાતમા દાયકાની શરૂઆતમાં તે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી રહેતા પછાત જાતિના લોકો માટે અનામત આપીને ચર્ચામાં આવ્યા હતા. તે બાદ તે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના મંત્રી મંડળમાં સંરક્ષણ મંત્રી, વિદેશ મંત્રી અને ગૃહ મંત્રી રહ્યાં હતા.
આ માટે જવા માંગતા ગામ
વર્ષ 1991માં લોકસભા ચૂંટણી પહેલા નરસિમ્હા રાવ 69 વર્ષના થઇ ગયા હતા. ખુદ રાજીવ ગાંધી પણ કોંગ્રેસ માટે યુવાઓને તક આપવા લાગ્યા હતા. એવામાં નરસિમ્હા રાવને 1991ની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી નહતી. એવામાં નરસિમ્હા રાવે નિર્ણય કર્યો કે તેમનો રાજકારણમાંથી દૂર જવાનો સમય આવી ગયો છે. તે આંધ્ર પ્રદેશમાં પોતાના ગામમાં જવાની તૈયારી કરવા લાગ્યા હતા.
વડાપ્રધાન બન્યા અને પાંચ વર્ષ સુધી ટક્યા
વર્ષ 1991માં ચૂંટણી પ્રચાર દરમિયાન જ રાજીવ ગાંધીનું એક આત્મઘાતી હુમલામાં મોત થયું હતું. ચૂંટણી પરિણામ બાદ સોનિયા ગાંધીએ રાજનીતિમાં આવવાનો ઇનકાર કરી દીધો હતો. આવી પરિસ્થિતિમાં સીનિયર અને અનુભવના આધાર પર નરસિમ્હા રાવને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા, તેમણે પાંચ વર્ષ સરકાર ચલાવી હતી.








