VIDEO: દિલ્હીમાં વગર વરસાદે બેટમાં ફેરવાઈ આ કોલોની, જુઓ ભયાવહ દૃશ્યો
દેશમાં ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ છે પરંતુ રાજધાની દિલ્હીમાં એક જગ્યાએ વગર વર

દેશમાં ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ છે પરંતુ રાજધાની દિલ્હીમાં એક જગ્યાએ વગર વરસાદે પૂર જેવી હાલત થઈ ગઈ છે. દિલ્હીની જેજે કોલોનીમાં બુધવારે રાત્રે અચાનક એટલું બધું પાણી આવી ગયું કે રસ્તાઓ નદી, નહેરમાં ફેરવાઈ ગયા. લોકો ગાઢ ઊંઘમાં હતા અને અચાનકથી ઘરમાં પાણી આવી ગયું. જ્યારે આંખો ખુલી તો પોતાની કોલોનીને પાણીથી ઘેરાયેલી જોઈ. કોલોનીમાં એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે લોકોને બોટ ચલાવતા નજરે આવ્યા છે.
જેજે કૉલોનીની કેટલીક તસવીરો અને વીડિયો વાયરલ થયા છે, જેવા જોવા મળી રહ્યું છે કે, અહીં ચારેકોર પાણી ભરાવાના કારણે લોકો પોતાનો સામાન લઈને સુરક્ષિત વિસ્તારમાં જતા જોવા મળી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે, કૉલોની વિસ્તારમાં વરસાદ પડ્યો ન હોવા છતાં ત્યાંના રસ્તાઓ નદીમાં તબદીલ થઈ ગયા છે. અહીં એકતરફ આકાશમાં સૂર્યદેવતા કોપાયમાન થયા છે, તો બીજીતરફ જમીન પણ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, જેના કારણે લોકો પરેશાન થયા છે.
કૉલોનીમાં વરસાદ વગર પુરની સ્થિતિ કેમ સર્જાઈ?
કૉલોનીમાં અચાનક આવેલું પાણી ઘરોની અંદર સુધી પ્રવેશતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વરસાદ વગર પુર જેવી સ્થિતિ સર્જાતા લોકો પણ દોડતા થયા હતા અને કૉલોનીમાં વરસાદ વગર પુરની સ્થિતિ કેમ સર્જાઈ, તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. જોકે આ પાણી હરિયાણા દ્વારા પાણી અપાતા બવાના મુનક નહેરમાંથી આવ્યું હતું. જેજે કૉલોની તરફની નહેરનો ભાગ તૂટી ગયો અને પાણીએ કૉલોનીને જળબંબાકાર કરી દીધી.
હકિકતમાં ગઈકાલે રાત્રે 2.00 કલાકે નહેર તૂટવાની સૂચના મળી હતી. જ્યાં સુધીમાં તંત્ર દ્વારા નહેર રિપેરિંગનું કામ હાથ ધરાય એ પહેલા કોલોનીમાં પાણી ઘૂસી ગયું. બીજીતરફ હરિયાણાએ પણ તુરંત કાર્યવાહી કરી નહેરમાં છોડવામાં આવેલું પાણી અટકાવી દીધું હતું. હાલ બવાના નહેર જ્યાંથી તૂટી ત્યાં રિપેરિંગનું કામ કાજચાલુ છે.
https://twitter.com/ANI/status/1811342098437640318
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ગુરુવારે સવારે મુનાક કેનાલ બેરેજમાંથી પાણી ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં કોલોનીના J, K અને L બ્લોકમાં ઘૂસી જતાં સ્થાનિક લોકોને મુશ્કેલી પડી. અધિકારીએ જણાવ્યું કે, "અમે NDRF, પૂર નિયંત્રણ વિભાગ, જાહેર કલ્યાણ વિભાગ અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) સહિત તમામ સંબંધિત વિભાગોને મધ્યરાત્રિએ કેનાલ ઓવરફ્લો થયાના જાણ કરી હતી.








