દિલ્હીથી જમ્મુ કાશ્મીર આવી રહેલી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
જમ્મુ અને કાશ્મીર: દિલ્હીથી આવી રહેલી વિસ્તારાની ફ્લાઈટ UK611ને બોમ્બથ

જમ્મુ અને કાશ્મીર: દિલ્હીથી આવી રહેલી વિસ્તારાની ફ્લાઈટ UK611ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) શ્રીનગરને 'ધમકીભર્યા કોલ' વિશે માહિતી મળી હતી, જેના પગલે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) એ તાત્કાલિક પગલાં લીધાં છે. એરપોર્ટ ઓથોરિટીઝ શ્રીનગરના એક અધિકારીએ ફોન પર પુષ્ટિ કરી કે ધમકી અવિશ્વસનીય માનવામાં આવે છે અને સામાન્ય કામગીરી ફરી શરૂ થઈ ગઈ છે.




