ઓ બાપ રે.. ચાલુ ટ્રેનમાં ફાયરિંગની આશંકાથી મચ્યો ખળભળાટ, પોલીસે શરૂ કરી તપાસ
ઓડિશાના આનંદ વિહાર ટર્મિનલથી પુરી જઈ રહેલી નંદન કાનન એક્સપ્રેસ ટ્રેન પર કથિત ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળીબાર ગાર્ડના

ઓડિશાના આનંદ વિહાર ટર્મિનલથી પુરી જઈ રહેલી નંદન કાનન એક્સપ્રેસ ટ્રેન પર કથિત ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળીબાર ગાર્ડના વાન ડબ્બાને ટાર્ગેટ કરીને કરવામાં આવ્યો હતો. જોકે, ઘટનામાં કોઈ જાનહાનિની સૂચના મળી નથી. ટ્રેન પર ફાયરિંગના કારણે ગાર્ડ ડબ્બાની બારીમાં છેદ થઈ ગયા હતાં.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
સીસીટીવી તપાસી રહી છે પોલીસ
રેલ્વે સુરક્ષા બળ (RPF) અને રાજકીય રેલ્વે પોલીસ (GRP) આ મામલે તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ, GRP એ આ મામલે એફઆઈઆર નોંધી છે. હાલ તપાસમાં આજુબાજુના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યાં છે. અધિકારી હજુ પણ તપાસ કરી રહ્યાં છે કે, શું ઘટનામાં વાસ્તવિક ગોળીબાર થયો હતો કે કેમ?
પ્રાથમિક દૃષ્ટિએ આ ગોળીબારની ઘટના લાગી રહી છે, પરંતુ અધિકારીઓને શંકા છે કે, ટ્રેન પર પથ્થરમારાનો મામલો પણ હોય શકે છે. એફઆઈઆર નોંધ્યા બાદ ટ્રેનને ઘટનાસ્થળથી રવાના કરી દેવામાં આવી હતી.








