Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Encounter between security forces and terrorists in Bandipora, Jammu Kashmir

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

Timeછેલ્લું અપડેટ : 05 Nov 2024
લાઇવ ટીવીGoogle News
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરાના કેતસનમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. આ અથડામણમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે.

App Store

1 નવેમ્બરના રોજ આતંકવાદીઓએ બાંદીપોરામાં સુરક્ષા દળોના કેમ્પ પર હુમલો કર્યો હતો. તે દરમિયાન જવાનોએ આતંકવાદીઓનો સામનો કરીને તેમની યોજનાને નિષ્ફળ બનાવી દીધી હતી. જવાબી કાર્યવાહીમાં આતંકીઓએ ભાગવું પડ્યું હતું.

બીજી તરફ પોલીસના જણાવ્યા અનુસાર હંદવાડા પોલીસ સ્ટેશનના બોંગમ ચોગુલ જંક્શન પર કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે 22RR અને 92 BN CRPF સાથે મળીને આતંકવાદી સહયોગી આશિક હુસૈન વાનીની ધરપકડ કરી છે. આતંકવાદી પાસેથી એક પિસ્તોલ, એક મેગેઝિન અને 7 જીવતા રાઉન્ડ મળી આવ્યા છે.