મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO:દિલ્હીના મુખર્જી નગરમાં આગ પર કાબૂ

દિલ્હીના પ્રખ્યાત વિદ્યાર્થી હબ ગણાતા મુખર્જી નગરના ઈન્દિરા વિહાર (રાના નગર) વિસ્તારમાં ગઈ મોડી રાત્રે એક બહુમ

દિલ્હીના પ્રખ્યાત વિદ્યાર્થી હબ ગણાતા મુખર્જી નગરના ઈન્દિરા વિહાર (રાના નગર) વિસ્તારમાં ગઈ મોડી રાત્રે એક બહુમાળી રહેણાંક મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ પ્રથમ માળેથી શરૂ થઈને જોતજોતામાં ઉપરના માળ સુધી પ્રસરી ગઈ હતી, જેના કારણે મકાનમાં હાજર લોકો અંદર જ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ દિલ્હી ફાયર સર્વિસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.  સાંકડી ગલીઓ હોવા છતાં, ફાયર ફાઈટર્સે ભારે જહેમત બાદ સીડી અને દોરડાની મદદથી ત્રીજા માળે ફસાયેલા મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો સહિત તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ દાઝી જતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વહેલી સવારે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો અને હાલ કુલિંગ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. 

આ સમાચાર શેર કરો