Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : BIG NEWS: Five-storey building collapses in Delhi, many people feared trapped under rubble

BIG NEWS: દિલ્હીમાં પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી, ઘણા લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા

Timeછેલ્લું અપડેટ : 30 May 2026
લાઇવ ટીવીGoogle News
BIG NEWS: દિલ્હીમાં પાંચ માળની બિલ્ડિંગ ધરાશાયી, ઘણા લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા
સોર્સ : gstv

સાઉથ દિલ્હીના મહરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. અહીં સૈદુલાજાબમાં એક પાંચ માળની બિલ્ડિંગ અચાનક ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ દુર્ઘટનામાં ઘણા લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા છે. ઘટના સ્થળ પર તાત્કાલિક બચાવ દળોની ટીમો પહોંચી છે. અને લોકોને સુરક્ષિત બહાર કાઢવા મોટાપાયે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે.

App Store

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ પાંચ માળની ઇમારતના કેટલાક ભાગોમાં હજુ પણ કામ ચાલી રહ્યું હતુ, એટલે કે ઇમારત સંપૂર્ણપણે તૈયાર નહોતી અને કામ ચાલુ હતું. ફાયર વિભાગને શરૂઆતમાં સાકેત વિસ્તારમાંથી ઇમારત ધરાશાયી થવાનો ફોન આવ્યો હતો, પરંતુ ટીમ ઝડપથી યોગ્ય સ્થળે પહોંચી ગઈ.

ચાર લોકોને બચાવી લેવાયા

અકસ્માત સ્થળે હાલ શોધખોળની કામગીરી ચાલી રહી છે. સ્થાનિક રહેવાસીઓની મદદથી કાટમાળ ઝડપથી દૂર કરવામાં આવી રહ્યો છે. બચાવી લેવાયેલા ચાર લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, પ્રાથમિકતા કાટમાળમાં ફસાયેલા દરેકને બચાવવાની છે. બચાવ ટીમો કાટમાળના દરેક ખૂણામાં સતત શોધખોળ કરી રહી છે.

ફસાયેલા લોકોનો ચોક્કસ આંકડો સામે આવ્યો નથી

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ કાર્યરત હતી. ઉપરના માળે બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. આનો અર્થ એ થયો કે ઇમારત હજુ પૂર્ણ થઈ ન હતી. એવી શંકા છે કે અકસ્માત સમયે કેટલાક વિદ્યાર્થીઓ કોચિંગ સેન્ટરમાં હાજર હતા. કેટલાક મજૂરો ઉપરના માળે પણ કામ કરી રહ્યા હતા. જોકે, ફસાયેલા લોકોના ચોક્કસ આંકડા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.