Video: ઝારખંડના ખૂંટીમાં બેફામ ટ્રકે ભીડને કચડી નાખતા ૭ લોકોના કમકમાટીભર્યા મોત, એક ઈજાગ્રસ્ત.

ઝારખંડના ખૂંટી જિલ્લાના કર્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ડ્રાઈવરે બેકાબૂ ઝડપે હંકારી રહેલા ટ્રકે મોટી દુર્ઘટના સર્જી હતી. મળતી માહિતી મુજબ, અગાઉ એક સ્કૂટી સવાર અકસ્માતનો ભોગ બન્યો હતો જેને જોવા માટે લોકો એકઠા થયા હતા. તે જ સમયે પૂરપાટ ઝડપે આવી રહેલા એક બેફામ ટ્રકે ત્યાં ઊભેલા ભીડ પર ટ્રક ચડાવી દીધી હતી. આ ગંભીર અકસ્માતમાં સ્થળ પર જ સાત લોકોના મોત થયા હતા, જ્યારે એક ઈજાગ્રસ્તની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાહેરાત







