Video: અખિલેશ યાદવે 2027ની વિધાનસભા ચૂંટણીમાં પોતાની ઉમેદવારી અંગે આપ્યો રસપ્રદ જવાબ

સોર્સ: gstv

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશમાં 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને મોટું રાજકીય નિવેદન આપ્યું છે. વારાણસીમાં પત્રકારોએ તેમને પૂછ્યું કે શું તેઓ આગામી ચૂંટણીમાં વારાણસીથી મેદાનમાં ઉતરશે? તેના જવાબમાં અખિલેશ યાદવે કહ્યું કે, "અમે મુખ્યમંત્રી ત્યારે જ બનીએ છીએ જ્યારે ચૂંટણી લડતા નથી, એટલે શુભ કામ કરીશું." તેમણે શુભ અને ખરાબ સમયની સમજ હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમના આ નિવેદન બાદ 2027ની ચૂંટણીમાં અખિલેશ યાદવ પોતે ચૂંટણી લડશે કે નહીં તે અંગે અટકળો તેજ થઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત