Video: દિલ્હીમાં દિવાળીના તહેવાર અગાઉ બજારોમાં ઉમટી ભારે ભીડ, સુરક્ષા વ્યવસ્થાને લઈ પોલીસ તંત્ર એલર્ટ

દિવાળી પૂર્વે બજારોમાં ઉમટતી માનવમેદની અને ભારે ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે દિલ્હી પોલીસના જવાનો દ્વારા પ્રખ્યાત સરોજિની નગર માર્કેટમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસકર્મીઓએ બજારના ખૂણે-ખૂણે ફરીને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું તેમજ ખરીદી કરવા આવેલા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. તહેવારો દરમિયાન અસામાજિક તત્વો પર બાજ નજર રાખવા માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે.
જાહેરાત





