દિલ્હીમાં નિર્માણાધીન કેન્દ્રીય સચિવાલયની ઈમારતમાં લાગી આગ
Fire breaks out under-construction Central Secretariat building in New Delhi | દિલ્હીમાં નિર્માણાધીન કેન્દ્રીય સચિવાલયની એક ઈમારતમાં આગ ફાટી નીકળી હતી. આ બના

દિલ્હીમાં નિર્માણાધીન કેન્દ્રીય સચિવાલયની એક ઈમારતમાં આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ થતા ફાયરવિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, રાહતની વાત એ છે કે, કોઈ જાનહાનિ થયાના અહેવાલ સામે આવ્યા નથી.
ધૂમાડાના ગોટેગોટા છેક દૂર સુધી જોવા મળ્યા
પ્રાપ્ત માહિતી પ્રમાણે દેશની રાજધાની દિલ્હીમાં નિર્માણાધીન કેન્દ્રીય સચિવાલયની એક ઈમારતમાં રવિવારે એકાએક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પરિણામે ધૂમાડાના ગોટેગોટા છેક દૂર સુધી જોવા મળ્યા હતા.
બીજી તરફ આ બનાવની જાણ થતા જ ફાયરવિભાગની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.






