દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, લેન્ડ કરતા જ એર ઇન્ડિયાના વિમાનમાં લાગી આગ
દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના સર્જાઇ છે. લેન્ડ કરતા જ એર ઇન્ડિયાના વિમાનમાં આગ લાગી હતી. એરપોર્ટ ઓથોરિટી તરફથી

દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના સર્જાઇ છે. લેન્ડ કરતા જ એર ઇન્ડિયાના વિમાનમાં આગ લાગી હતી. એરપોર્ટ ઓથોરિટી તરફથી જાહેર નિવેદન અનુસાર, હોંગકોંગથી દિલ્હી એરપોર્ટ પર ઉતરતા જ એર ઇન્ડિયાના વિમાનના સહાયક પાવર યૂનિટમાં આગ લાગી હતી. રાહતના સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં તમામ મુસાફર અને ચાલક દળના તમામ લોકો સુરક્ષિત છે.
એરપોર્ટ ઓથોરિટી તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું કે દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર ઉતર્યા બાદ જ સોમવારે એર ઇન્ડિયાના એક વિમાનમાં આગ લાગી હતી.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે એરલાઇન કંપનીએ નિવેદન જાહેર કરીને કહ્યું કે તેને પોતાના બોઇંગ 787 અને 737 વિમાનોમાં ફ્યૂલ કેંટ્રોલ સ્વિચના લોકિંગ સિસ્ટમની તપાસ પૂર્ણ કરી લીધી છે. આ વિમાનમાં કોઇ પ્રકારની ખામી જોવા મળી નથી.






