મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિવાળીની ઉજવણી વચ્ચે ફટાકડાની દુકાનમાં લાગી વિકરાળ આગ, એક બે નહીં 66 દુકાનો બળીને ખાખ

એક બાજુ આજે દિવાળીના પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે બીજી બાજુ ઝારખંડના બોકારોમાં એક ફટાકડાની દુકાનમાં આગ લાગી

દિવાળીની ઉજવણી વચ્ચે ફટાકડાની દુકાનમાં લાગી વિકરાળ આગ, એક બે નહીં 66 દુકાનો બળીને ખાખ

એક બાજુ આજે દિવાળીના પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે બીજી બાજુ ઝારખંડના બોકારોમાં એક ફટાકડાની દુકાનમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે,  66 દુકાનોને લપેટમાં લીધી હતી. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ઝારખંડના બોકારોમાં એક ફટાકડાની દુકાનમાં એકાએક આગ ફાટી નીકળી હતી. જે બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસની દુકાનોને પણ ઝપેટમાં લીધી હતી. પરિણામે દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે.

ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો 

બીજી તરફ આ બનાવની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમ 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવાનીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. 

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં દિવાળી પૂર્વ સંધ્યાએ પેટ્રોલ સ્ટોરેજ રૂમમાં બ્લાસ્ટ, માતા અને બે પુત્ર સહિત 3નાં મોત

આગના કારણે ટ્રાફિક જામ થયો હતો

આગના કારણે ગરગા બ્રિજની બંને તરફ લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. દુકાનદારો અને ગ્રાહકો જીવ બચાવવા આમ તેમ ભાગવા માંડ્યા હતા. ફટાકડાના ધડાકાથી સમગ્ર વિસ્તાર ગૂંજી ઉઠ્યો હતો. આગ એટલી ભયાનક હતી કે તેની જ્વાળાઓ દૂરથી જોઈ શકાતી હતી. હાલમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

આ સમાચાર શેર કરો