મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહાકુંભ અંગે મોટા સમાચાર : અફવા ફેલાવનારા 34 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે FIR

Mahakumbh 2025 પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં એક નવો રેકોર્ડ બન્યો છે. અત્યાર સુધ

મહાકુંભ અંગે મોટા સમાચાર : અફવા ફેલાવનારા 34 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે FIR

Mahakumbh 2025 પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં એક નવો રેકોર્ડ બન્યો છે. અત્યાર સુધીમાં 60 કરોડથી વધુ લોકોએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું છે. આ સંખ્યા સતત વધી રહી છે, ખાસ કરીને મહાશિવરાત્રીના પવિત્ર સ્નાન પહેલા. છેલ્લા પાંચ દિવસમાં દરરોજ 1 કરોડથી વધુ ભક્તો અહીં આવી રહ્યા છે. 

અફવા ફેલાવનારા 34 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે FIR 

બીજી બાજું પ્રયાગરાજમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને પોલીસ યાત્રાળુઓની સુરક્ષા માટે ખડેપગે છે. આજે આ અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. પોલીસે મહાકુંભ અંગે અફવા ફેલાવનારા 34 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે FIR નોંધી છે. આવનારા દિવસોમાં આ એકાઉન્ટ્સ  ચલાવનારા આ તમામ લોકો સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. 

13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 60 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું 

ઉત્તર પ્રદેશ સરકારે શનિવારે દાવો કર્યો હતો કે 13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં શરૂ થયેલા મહાકુંભ મેળા દરમિયાન અત્યાર સુધીમાં 60 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગા અને ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી છે. મેળા પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, શનિવારે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 1.11 કરોડથી વધુ ભક્તોએ ગંગા અને સંગમમાં ડૂબકી લગાવી હતી, જ્યારે 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 60.42 કરોડ ભક્તોએ ગંગા અને સંગમમાં ડૂબકી લગાવી છે.

સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, એક અંદાજ મુજબ વિશ્વમાં કુલ 120 કરોડ સનાતનીઓ છે. આ સંદર્ભમાં, મહાકુંભમાં, વિશ્વના અડધાથી વધુ સનાતનીઓએ ગંગા અને ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવીને પવિત્ર ફળો પ્રાપ્ત કર્યા છે. 26 ફેબ્રુઆરી, શિવરાત્રીના છેલ્લા સ્નાન ઉત્સવ સુધીમાં આ સંખ્યા 65 કરોડથી વધુ પહોંચી શકે છે. મહાકુંભમાં 73 દેશોના રાજદ્વારીઓ અને ભૂટાન રાજા નામગ્યાલ વાંગચુક સહિત ઘણા દેશોના મહેમાનો અમૃત સ્નાન કરવા માટે અહીં પહોંચ્યા હતા. એટલું જ નહીં, નેપાળના 50 લાખથી વધુ લોકો અત્યાર સુધીમાં ત્રિવેણીના પવિત્ર જળમાં સ્નાન કરી ચૂક્યા છે.

આ સમાચાર શેર કરો