Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Female doctor commits suicide by writing suicide note on palm

'PSIએ પાંચ મહિનામાં 4 વખત દુષ્કર્મ ગુજાર્યું...' હથેળી પર સ્યુસાઈડ નોટ લખી મહિલા ડોક્ટરનો આપઘાત

Timeછેલ્લું અપડેટ : 24 Oct 2025
લાઇવ ટીવીGoogle News
'PSIએ પાંચ મહિનામાં 4 વખત દુષ્કર્મ ગુજાર્યું...' હથેળી પર સ્યુસાઈડ નોટ લખી મહિલા ડોક્ટરનો આપઘાત
સોર્સ : google

મહારાષ્ટ્રના સતારામાં જિલ્લાની હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટરે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું. મહિલા ડૉક્ટરે હથેળી પર સુસાઈડ નોટ લખી હતી. સુસાઈટ નોટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, 'એક પોલીસ સબ ઈન્સ્પેક્ટરે પાંચ મહિનામાં 4 વખત દુષ્કર્મ ગુજાર્યું...'

App Store

મહારાષ્ટ્રમાં હથેળી પર સુસાઈડ નોટ લખી મહિલા ડૉક્ટરનો આપઘાત

અધિકારીના જણાવ્યા મુજબ, ગત ગુરુવારે (23 ઓક્ટોબર) ફલટનની એક હોટલના રૂમમાં ફલટન સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે કામ કરતી મહિલા ડૉક્ટરે આપઘાત કર્યો હતો. સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. સુસાઈડ નોટમાં મહિલા ડૉક્ટરે આરોપ લગાવ્યો છે કે, 'એસઆઈ ગોપાલ બડનેના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હતી.'

આરોપી પોલીસકર્મી સસ્પેન્ડ

સમગ્ર ઘટનાને લઈને મુખ્યમંત્રીના દેવેન્દ્ર ફડણવીસના આદેશ બાદ આરોપી પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવાયો છે. મળતી માહિતી મુજબ, પીડિતાએ પોતાની હથેળી પર લખેલી સુસાઈડ નોટ ઉપરાંત 19 જૂને ફલટનના સબ-ડિવિઝનલ ઓફિસના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP)ને પત્ર લખીને સમગ્ર મામલે જાણ કરી હતી. 

મહારાષ્ટ્ર મહિલા આયોગ દોડતું થયું

ઘટનાને લઈને મહારાષ્ટ્ર મહિલા આયોગના વડાં રૂપાલી ચકાંકરે જણાવ્યું હતું કે, 'અમે આ મામલાની નોંધ લીધી છે અને સતારા પોલીસને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આરોપીઓને શોધવા માટે ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ઘટનામાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં.'

સુસાઈડ નોટમાં શું લખ્યું હતું?

પીડિતાના હાથ પર લખેલી નોટમાં લખ્યું હતું કે, 'પોલીસ સબ ઈન્સ્પેક્ટર ગોપાલ બડનેના કારણે મારું મોત થયું. તેણે મારા પર ચાર વાર દુષ્કર્મ આચર્યું. તેણે પાંચ મહિનાથી વધુ સમય સુધી મારા પર દુષ્કર્મ, માનસિક અને શારીરિક શોષણ કર્યું હતું.'
 
આપઘાત પહેલા પીડિતાએ DSPને લખેલી પત્રમાં ફલટન ગ્રામીણ પોલીસ વિભાગના ત્રણ પોલીસ અધિકારીઓ પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો અને તેમની વિરૂદ્ધમાં કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરી હતી. જેમાં પીડિતાએ લખ્યું હતું કે, 'હું બહુ તણાવમાં છું, એટલે આ ગંભીર ઘટનાની તપાસ થાય અને આરોપી અધિકારીની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.'