Video: ગેંગસ્ટરોની ધમકીઓને કારણે બોલીવુડમાં ભય

સોર્સ: gstv

માયાનગરી મુંબઈમાં અંડરવર્લ્ડનો ખોફ સતત વધી રહ્યો છે જે ચિંતાજનક બાબત છે. અત્યારે આ ડર કેટલી હદે વધ્યો છે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે..બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પોતાના પ્રશંસકોને મળવા પહોંચ્યાં ત્યારે તેઓ બુલેટપ્રુફ કાચની પાછળ ઉભા રહ્યા.. હાલમાં જ ટાઈગર શ્રોફ પર થયેલા હુમલા બાદ બોલીવુડ સેલિબ્રિટીશમાં બિશ્નોઈ ગેંગનો ખોફ વધ્યો છે. સેલિબ્રિટીઝની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે અને આ જ કારણ છે કે જ્યારે અમિતાભ બચ્ચન પોતાના ઘરની બહાર પોતાના ચાહકોને મળવા પહોંચ્યાં ત્યારે ખાસ બુલેટ પ્રુફ કાચની વ્યવસ્થા કરાઈ હતી... અહીં સવાલ એ થાય છે કે લોરેન્સ વિશ્નોઈ અને તેના ગુંડાઓ પોલીસ પર આટલા ભારે ભારે કેમ પડી રહ્યા છે? શું કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હવે ગેંગસ્ટરોના હાથમાં જતી રહી છે ? આ મામલે પોલીસ કે સરકાર કડક પગલાં નહીં ભરાય તો આગામી સમયમાં પરિસ્થિતિ વધુ ભયજનક બની શકે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત