મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પિતાએ 4 પુત્રીઓ સાથે કરી આત્મહત્યા, ઘટના સ્થળેથી પોલીસને સલ્ફાસની કોથળીઓ મળી 

દિલ્હીના રંગપુરી વિસ્તારમાં એક પિતાએ પોતાની ચાર પુત્રીઓ સાથે આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના

પિતાએ 4 પુત્રીઓ સાથે કરી આત્મહત્યા, ઘટના સ્થળેથી પોલીસને સલ્ફાસની કોથળીઓ મળી 

દિલ્હીના રંગપુરી વિસ્તારમાં એક પિતાએ પોતાની ચાર પુત્રીઓ સાથે આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. ચારેય પુત્રીઓ વિકલાંગ હતી. પોલીસે શુક્રવારે સવારે ભાડાના મકાનમાંથી તમામની લાશ બહાર કાઢી હતી. મૂળ બિહારના 50 વર્ષના હીરાલાલ તેમના પરિવાર સાથે રંગપુરી ગામમાં ભાડાના મકાનમાં રહેતા હતા.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, હીરાલાલ સુથાર તરીકે કામ કરતો હતો અને તેની પત્નીનું એક વર્ષ પહેલા કેન્સરથી મૃત્યુ થયું હતું. હવે પરિવારમાં 18 વર્ષની દીકરી નીતુ, 15 વર્ષની નિશી, 10 વર્ષની નીરુ અને 8 વર્ષની દીકરી નિધિ હતી.

પોલીસને સલ્ફાસની કોથળીઓ મળી આવી હતી

દીકરીઓ વિકલાંગ હોવાને કારણે તેઓ ચાલી પણ શકતી ન હતી, જેના કારણે હીરાલાલ ચિંતિત હતા. પત્નીના અવસાન બાદ તેને ચિંતા થવા લાગી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.

સીસીટીવી ફૂટેજમાં વ્યક્તિ 24મીએ ઘરની અંદર જતો જોવા મળે છે. જે બાદ ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. ચાર દીકરીઓમાંથી એક દીકરી અંધ હતી અને બાકીની દીકરીઓ વિશે પોલીસ માહિતી મેળવી રહી છે.

પત્નીના અવસાનથી હીરાલાલ ભાંગી પડ્યા હતા.
પત્નીના અવસાનથી હીરાલાલ ભાંગી પડ્યા હતા. તે સવારે નોકરી પર જતો પણ તે પહેલા તે બધી દીકરીઓ માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરતો અને પછી સાંજે આવીને સૌથી પહેલા દીકરીઓની સંભાળ લેતો અને તેમના ખાવાની વ્યવસ્થા કરતો. એક તરફ ઘર ચલાવવાની જવાબદારી, બીજી તરફ ચાર અપંગ દીકરીઓની જવાબદારી, ધીરે ધીરે હીરાલાલની હિંમત ખૂટવા લાગી હતી. તે ચિંતામાં રહેવા લાગ્યો. અંતે તેણે દીકરીઓ સાથે આત્મહત્યા કરી લીધી.

આ સમાચાર શેર કરો