Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Family gets emotional after Shubhanshu Shukla's successful return, celebrates by cutting cake

શુભાંશુ શુક્લાની સફળ વાપસીથી પરિવાર થયો ભાવુક, કેક કાપીને ઉજવણી કરી

Timeછેલ્લું અપડેટ : 15 Jul 2025
લાઇવ ટીવીGoogle News
શુભાંશુ શુક્લાની સફળ વાપસીથી પરિવાર થયો ભાવુક, કેક કાપીને ઉજવણી કરી

ISSથી પોતાની યાત્રા પૂર્ણ કરીને શુભાંશુ શુક્લા તેમના ત્રણ અન્ય સાથીદારો સાથે કેલિફોર્નિયાના કિનારે ઉતર્યા છે. સ્પેસએક્સનું ડ્રેગન અવકાશયાન 4 અવકાશયાત્રીઓ સાથે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી પરત ફરી રહ્યું હતું, અને તે બપોરે લગભગ 3:01 વાગ્યે સમુદ્રમાં લેન્ડ થયું. તે જ સમયે ભારતના પુત્ર શુભાંશુ શુક્લા અને અન્ય લોકોની સફળ વાપસીથી દેશભરમાં ખુશીનો માહોલ છે. તો બીજી તરફ શુભાંશુ શુક્લાનો પરિવાર ભાવુક થઈ ગયો હતો. 

App Store

યુપીની રાજધાની લખનૌમાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ સહિત ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનો આખો પરિવાર હાજર હતો. જેવુ જ સ્પ્લેશડાઉન થયુ, દરેકે તિરંગો લહેરાવ્યો, ત્યારે શુભાંશુની માતા ખૂબ જ ભાવુક દેખાયા અને તે ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યાં. લોકો ખુશીમાં મીઠાઈ વહેંચતા અને શુભાંશુ શુક્લાના પરિવારને અભિનંદન આપતા જોવા મળ્યા