મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્ર: મહાયુતિએ રાજ્યપાલને મળી સરકાર રચવાનો કર્યો દાવો, ફડણવીસ લેશે શપથ

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે. ફડણવીસ એકનાથ શિંદે અને અજિત પવાર સાથે રાજભવન પહો

મહારાષ્ટ્ર: મહાયુતિએ રાજ્યપાલને મળી સરકાર રચવાનો કર્યો દાવો, ફડણવીસ લેશે શપથ

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે. ફડણવીસ એકનાથ શિંદે અને અજિત પવાર સાથે રાજભવન પહોંચ્યા છે. ફડણવીસ સરકાર રચવાનો દાવો કરશે. મહત્ત્વપૂર્ણ છે કે 5 ડિસેમ્બરે મુંબઇના આઝાદ મેદાનમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારંભ યોજાશે.

મહાયુતિના નેતાઓએ કરી પત્રકાર પરિષદ

સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે મીડિયા સાથે વાત કરી હતી. ફડણવીસે કહ્યું કે ગુરૂવારે શપથગ્રહણમાં પીએમ મોદી પણ સામેલ થશે. આ સાથે જ મહાયુતિ ગઠબંધનના ત્રણેય પક્ષ (ભાજપ,શિવસેના, NCP)ના નેતા હાજર રહેશે. ફડણવીસે જણાવ્યુ કે ગુરૂવાર સાંજે 5.30 વાગ્યે શપથગ્રહણ સમારંભ યોજાશે.દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મુખ્યમંત્રી પદ ટેકનિકલ છે પરંતુ તે ત્રણેય મળીને નિર્ણય લેશે.

એકનાથ શિંદેએ કહ્યું કે, અમારા અઢી વર્ષમાં ઘણું કામ થયું. લાડલી બહેન, લાડલા ભાઇએ અમને સમર્થન આપ્યું. કામને કારણે અમને બહુમત મળ્યો છે. મહારાષ્ટ્રની જનતા માટે કામ કરીશું. 

ડેપ્યુટી સીએમના શપથના નિર્ણય પર અજિત પવારે કહ્યું કે હું તો શપથ લેવાનો છું. મહત્ત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રના મંત્રી મંડળની સ્થિતિ સાંજ સુધી સ્પષ્ટ થઇ શકે છે.

ફડણવીસ ભાજપના ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા

વિજય રૂપાણીએ ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામની જાહેરાત કરી છે. વિજય રૂપાણીએ જાહેરાત પહેલા પૂછ્યું કે શું ફડણવીસ સિવાય કોઇ બીજુ નામ છે. જવાબમાં સર્વસમ્મતિથી તમામે ના કહ્યું હતું. તે બાદ મુંબઇમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સર્વસમ્મતિથી દેવેન્દ્ર ફડણવીસને ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા છે. તે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે. તે પાંચ ડિસેમ્બરે ત્રીજી વખત રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લેશે.

મહારાષ્ટ્ર સરકારમાં સંભવિત મંત્રી મંડળ

ભાજપ-21
શિવસેના-12
NCP- 10

ભાજપ મુખ્યમંત્રી પદ,ગૃહમંત્રાલય અને સ્પીકર પણ રાખશે.

શિવસેના: નાયબ મુખ્યમંત્રી, શહેરી વિકાસ, વિધાન પરિષદના અધ્યક્ષ, મહેસૂલ

NCP: ડેપ્યુટી મુખ્યમંત્રી, નાણા મંત્રાલય, ડેપ્યુટી સ્પીકર

આ સમાચાર શેર કરો