મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લો બોલો! અહીં નકલી ઈંડા બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ફૂડ સેફ્ટી વિભાગે જપ્ત કર્યા 80 હજારથી વધુ નંગ

આજકલ ઘણી જગ્યાઓ પરથી ભેળસેળવાળા કે આર્ટિફિશિયલ ખાદ્યપદાર્થોનો મોટો જથ્થો મળી આવે છે, ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા એવા

લો બોલો! અહીં નકલી ઈંડા બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ફૂડ સેફ્ટી વિભાગે જપ્ત કર્યા 80 હજારથી વધુ નંગ

આજકલ ઘણી જગ્યાઓ પરથી ભેળસેળવાળા કે આર્ટિફિશિયલ ખાદ્યપદાર્થોનો મોટો જથ્થો મળી આવે છે, ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા એવા ખાદ્યપદાર્થોનો નાશ કરવામાં આવે છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. હવે યુપીના મુરાદાબાદમાં ફૂડ સેફ્ટી વિભાગે ગુરુવારે આવી જ એક મોટી છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. વિભાગે એક ફેક્ટરી પર દરોડો પાડ્યો અને આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ કરીને દેશી ઈંડા બનાવતી આખી ફેક્ટરી જપ્ત કરી છે. ટીમે ઘટનાસ્થળેથી 80 હજારથી વધુ ઈંડા જપ્ત કર્યા. આમાં 45,360 રંગીન ઈંડા અને 35,640 સફેદ ઈંડાનો સમાવેશ થાય છે જેને રંગીને દેશી ઈંડા તરીકે વેચવામાં આવી રહ્યા હતા. બધા ઈંડા તાત્કાલિક જપ્ત કરવામાં આવ્યા હતા અને આખી ફેક્ટરીને સીલ કરી દેવામાં આઈ હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, સફેદ ઈંડાને આર્ટિફિશિયલ કલર લગાવીને દેશી ઈંડા જેવા રંગવામાં આવી રહ્યા હતા. આ રંગ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. ટીમને ચાના પાનનું દ્રાવણ અને ઈંડાનો રંગ બદલવા માટે વપરાતું કેમિકલ સિદનુર પણ મળ્યું હતું.

ફૂડ સેફ્ટી વિભાગે આર્ટિફિશિયલ ઈંડા જપ્ત કર્યા

ફૂડ સેફ્ટીના સહાયક કમિશનર રાજવંશ પ્રકાશ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે વિભાગને થોડા દિવસો પહેલા ફરિયાદ મળી હતી કે બજારમાં બદલાયેલા રંગો સાથે ઈંડા વેચાઈ રહ્યા છે. ફરિયાદ બાદ, ટીમે આશરે 12થી 13 દિવસ સુધી સતત દેખરેખ રાખી અને બાતમીદારોને તૈનાત કર્યા. ટીમે રવિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ ફેક્ટરી પર દરોડો પાડ્યો. ઈંડાના વેપારીઓ અને કામદારો હાજર હતા, જેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

કેમિકલનો ઉપયોગ કરીને ઈંડાને રંગવામાં આવી રહ્યા હતા

અધિકારીઓએ જણાવ્યું કે ઈંડાની કુલ બજાર કિંમત આશરે 3,89,772 રૂપિયા છે. તેમણે એમ પણ જણાવ્યું કે રંગીન ઈંડા ક્યાં સપ્લાય કરવામાં આવી રહ્યા હતા તે જાણવા માટે તપાસ ચાલી રહી છે. વિભાગે સંબંધિત નિયમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. આ કામગીરી સવારે 3 વાગ્યા સુધી ચાલી અને સમગ્ર પ્રક્રિયા પછી ફેક્ટરીને સીલ કરવામાં આવી. ફૂડ સેફ્ટી વિભાગ પણ લોકોને આવા ભેળસેળયુક્ત ઉત્પાદનોથી બચવા માટે સતર્ક રહેવાની સલાહ આપી રહ્યું છે.

આ સમાચાર શેર કરો