મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

આંધ્ર પ્રદેશ: અનાકાપલ્લેમાં ફાર્મા કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ, 17 લોકોના મોત

આંધ્ર પ્રદેશના અનાકાપલ્લેમાં એક ફાર્મા કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 17 કર્માચારીઓના મોત

આંધ્ર પ્રદેશ: અનાકાપલ્લેમાં ફાર્મા કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ, 17 લોકોના મોત

આંધ્ર પ્રદેશના અનાકાપલ્લેમાં એક ફાર્મા કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 17  કર્માચારીઓના મોત નિપજ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આંધ્ર પ્રદેશના અનાકાપલ્લેમાં બુધવારે બપોરે ફાર્મા કંપનીમાં  વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ એકાએકા આગ ફાટી નીકળી હતી. જે બાદ કંપનીમાં ભારે અફરાતફરીનો માહોલ મચી ગયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 17 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

કંપનીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા, પરંતુ આગ અને ધુમાડો એટલો પ્રચંડ હતો કે અંદર કશું દેખાતું ન હતું. આગની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુએ ઘટના પર શોક વ્યક્ત કરી મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ખાતરી આપી હતી કે, સરકાર મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારોની સાથે રહેશે.

પોલીસે કેસ નોંધ્યો 

ફાર્મા કંપનીમાં 300થી વધુ કર્મચારીઓ કામ કરે છે. આગ એટલી ભીષણ હતી કે ધુમાડો છેક 5 કિમી દૂર સુધી દેખાતો હતો. અનાકપલ્લેના એસપી મુરલી કૃષ્ણાએ કહ્યું કે, હાલમાં પોલીસે કેસ નોંધ્યો છે. આગની ઘટના કેવી રીતે બની અને મેનેજમેન્ટ તરફથી કોઈ બેદરકારી હતી કે કેમ તેની તપાસ કરવામાં આવશે. ફાયર બ્રિગેડની ટીમ પાસેથી પણ અકસ્માતની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો