મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ, જુઓ શું કહે છે Exit Poll
મહારાષ્ટ્રમાં આજે વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. મહારાષ્ટ્રના અનેક દિગ્ગજ નેતાઓ જેમ કે શરદ પવાર, મુખ

મહારાષ્ટ્રમાં આજે વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. મહારાષ્ટ્રના અનેક દિગ્ગજ નેતાઓ જેમ કે શરદ પવાર, મુખ્યમંત્રી એકનાશ શિંદે, ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસના ભાવિનો ફેંસલો થશે. જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં આજે મતદાન થઈ રહ્યું છે અને 23મીએ પરિણામ જાહેર કરાશે. બીજી તરફ, ઝારખંડમાં આજે બીજા(અંતિમ) તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર કરાશે. ઝારખંડમાં સત્તાધારી ઈન્ડિયા બ્લોક અને NDA વચ્ચે મુકાબલો છે. આ સિવાય ચાર રાજ્યોની 15 બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અને ઝારખંડમાં પણ બીજા અને છેલ્લા તબક્કાનું મતદાનનું પરિણામ 23 નવેમ્બરે એકસાથે આવશે. તે પહેલા અલગ અલગ એજન્સીઓનો એક્ઝિટ પોલ આવી ગયો છે. જોવાનું રહેશે કે આ વખતે એક્ઝિટ પોલના વલણો શું છે અને તે પરિણામોની કેટલી નજીક આવશે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધી 67.59 ટકા મતદાન થયું છે જયારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધી 58.22 ટકા મતદાન થયું છે.
મહારાષ્ટ્ર વિધાનસભા:
|
NDA |
INDIA |
OTHER |
|
|
MATRIZE |
150 - 170 |
110 - 130 |
8 - 10 |
|
PMARQ |
137 - 157 |
126 - 146 |
2 - 8 |
|
POLL DIARY |
122 - 186 |
69 - 121 |
12 - 29 |
|
CHANAKYA |
152 - 160 |
130 - 138 |
6 - 8 |
|
People's Pulse |
175 - 195 |
85 - 112 |
7 - 12 |
|
Loksahi Rudra |
128 - 142 |
125 - 140 |
18 - 23 |
|
Electoral Edge |
118 |
150 |
20 |
|
Bhaskar Reporters Poll |
125 - 140 |
135 - 150 |
|
|
Times Now JVC |
150 - 167 |
107 - 125 |
13 - 14 |
|
SAS |
127 - 135 |
147 - 155 |
10 - 13 |
|
Poll of Polls |
140 - 164 |
108 - 129 |
15 - 18 |
ઝારખંડ વિધાનસભા:
|
NDA |
INDIA |
OTHER |
|
|
MATRIZ |
42 - 47 |
25 - 30 |
1 - 4 |
|
People's POLL |
44 - 43 |
25 - 37 |
5 - 9 |
|
CHANAKYA |
45 - 50 |
35 - 38 |
3 - 5 |
|
PMARQ |
31 - 40 |
37 - 47 |
1 - 6 |
|
AXIS MY INDIA |
25 |
53 |
3 |
|
Bhaskar Reporters Poll |
37 - 40 |
36 - 39 |
|
|
Times Now JVC |
42 |
38 |
1 |
|
Poll of Polls |
43 - 49 |
30 - 34 |
2 - 5 |
મહારાષ્ટ્ર અને ઝારખંડમાં શું હતા 2019ના પરિણામ?
2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મહારાષ્ટ્રમાં 105 બેઠકો જીતી હતી. જ્યારે શિવસેનાને 56, NCPને 54 અને કોંગ્રેસને 44 બેઠકો મળી હતી. તે સમયે શિવસેના અને એનસીપી બે જૂથોમાં વહેંચાયેલા ન હતા.
2019માં ઝારખંડ ચૂંટણી માટે મતદાન 30 નવેમ્બરના રોજ થયું હતું અને પરિણામો 20 ડિસેમ્બરે આવ્યા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચાના ગઠબંધનનો વિજય થયો હતો. ત્યારે JMMને 30 બેઠકો મળી હતી, જ્યારે ભાજપે 25 બેઠકો અને કોંગ્રેસે 16 બેઠકો જીતી હતી.







