મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

એસ્સાર ગ્રુપના સહ-સ્થાપક શશિ રુઈયાનું 80 વર્ષે નિધન, સાંજે 4 વાગ્યે અંતિમયાત્રા નીકળશે

એસ્સાર ગ્રુપના સહ-સ્થાપક શશિ રુઈયાનું 25 નવેમ્બર, 2024ના રોજ નિધન થયું હતું. તેઓ 80 વર્ષના હતા. શશિ રુઈ

એસ્સાર ગ્રુપના સહ-સ્થાપક શશિ રુઈયાનું 80 વર્ષે નિધન, સાંજે 4 વાગ્યે અંતિમયાત્રા નીકળશે

એસ્સાર ગ્રુપના સહ-સ્થાપક શશિ રુઈયાનું 25 નવેમ્બર, 2024ના રોજ નિધન થયું હતું. તેઓ 80 વર્ષના હતા. શશિ રુઈયાના પાર્થિવ દેહને 26 નવેમ્બરના રોજ બપોરે 1 થી 3 દરમિયાન રૂઈયા હાઉસમાં રાખવામાં આવશે. અંતિમયાત્રા રુઈયા હાઉસથી સાંજે 4 વાગ્યે હિન્દુ વર્લી સ્મશાન માટે નીકળશે.

1965માં પિતાના માર્ગદર્શન હેઠળ કારકિર્દી કરી શરૂ

પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિક શશિ રુઈયાએ 1965માં તેમના પિતા નંદ કિશોર રુઈયાના માર્ગદર્શન હેઠળ કારકિર્દીની શરૂઆત કરી હતી. 1969માં શશિ રુઈયાએ તેમના ભાઈ રવિ રુઈયા સાથે મળીને એસ્સાર ગ્રુપની સ્થાપના કરી. કંપનીએ ચેન્નાઈ પોર્ટ ખાતે બાહ્ય બ્રેકવોટરના બાંધકામ સાથે તેની કામગીરી શરૂ કરી હતી.

આ પણ વાંચો: રાજગાદીની લડાઈ: મેવાડના રાજવી પરિવારનો વિવાદ વકર્યો, ઉદેપુર સિટી પેલેસની બહાર થયો પથ્થરમારો

1990ના દાયકામાં એસ્સાર ગ્રુપ

1990ના દાયકામાં એસ્સારે તેની કામગીરી સ્ટીલ અને ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં વિસ્તારી. તેમણે હચીસન સાથે સ્ટીલ પ્લાન્ટ સ્થાપિત કર્યો. એસ્સાર ગ્રુપે ઓઇલ રિફાઇનરી અને ભારતનું બીજું સૌથી મોટું ટેલિકોમ ઓપરેટર બનાવ્યું. રશિયાના રોઝનેફ્ટની આગેવાની હેઠળના કન્સોર્ટિયમને ઓઇલ રિફાઇનરી વેચી દીધી હતી અને બાકી લોન વસૂલવા માટે નાદારીની કાર્યવાહી શરૂ કરવામાં આવી ત્યારે તેમણે સ્ટીલ પ્લાન્ટ આર્સેલર મિત્તલને સોંપવો પડ્યો હતો.

રૂઇઆ રાષ્ટ્રીય સંસ્થાઓ અને ઉદ્યોગ સંગઠનોમાં પણ હતા

રુઈયા અનેક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સંસ્થાઓ અને ઉદ્યોગ સંગઠનોના સભ્ય હતા. તેઓ ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI)ની મેનેજિંગ કમિટીમાં હતા. તેઓ ભારત-અમેરિકા જોઈન્ટ બિઝનેસ કાઉન્સિલના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. રુઈયા વડાપ્રધાનના ભારત-યુએસ સીઈઓ ફોરમ અને ઈન્ડિયા-જાપાન બિઝનેસ કાઉન્સિલના સભ્ય હતા. અને ઈન્ડિયન નેશનલ શિપ ઓનર્સ એસોસિએશન (lNSA)ના ભૂતપૂર્વ પ્રમુખ છે. રુઈયા પીએમના ઈન્ડો-યુએસ સીઈઓ ફોરમ અને ઈન્ડિયા-જાપાન બિઝનેસ કાઉન્સિલના સભ્ય પણ હતા.

2007માં રુઈઆ સિદ્ધિઓ એક ખાસ યાદીમાં જોડાઈ

2007માં એસ્સાર ગ્રુપના સહ-સ્થાપક શશિ રુઈયાની સિદ્ધિઓમાં એક ખાસ યાદીમાં જોડાઈ હતી. જેમાં રિચાર્ડ બ્રેન્સન, પીટર ગેબ્રિયલ, રે ચેમ્બર્સ, પામ ઓમિદ્યાર, એમી રોબિન્સ અને રિચાર્ડ ટાર્લોનો સમાવેશ થાય છે, જેઓ સ્વતંત્ર રીતે ધ એલ્ડર્સને ફંડ આપે છે. ધ એલ્ડર્સ એ વિશ્વની જાણીતી હસ્તીઓનું એક જૂથ છે, જેમાં ડેસમંડ ટૂટુ, ગ્રાસા માશેલ, કોફી અન્નાન, જીમી કાર્ટર, લી ઝાઓક્સિંગ, મેરી રોબિન્સન અને મુહમ્મદ યુનુસનો સમાવેશ થાય છે, જેમણે વિશ્વની સૌથી મુશ્કેલ સમસ્યાનો સામનો કરવા માટે હાથ મિલાવ્યા છે.

આ સમાચાર શેર કરો