કેવી રીતે થાય છે લોકસભા ચૂંટણી માટે મતગણતરી, ફોર્મ 17Cનું શું છે કામ? જાણો પુરી પ્રોસેસ
લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી શરૂ થઇ ગઇ છે. આ પ્રક્રિયા 543 લોકસભા વિસ્તારમાં પડેલા મતની ગણતરી પુરી થવા સુધી ચાલશે. મતો

લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી શરૂ થઇ ગઇ છે. આ પ્રક્રિયા 543 લોકસભા વિસ્તારમાં પડેલા મતની ગણતરી પુરી થવા સુધી ચાલશે.
મતોની ગણતરી કેવી રીતે થાય છે
ચૂંટણી આચાર નિયમો 1961ના નિયમ 54એ હેઠળ ચૂંટણી અધિકારીના ટેબલ પર સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણના કરવામાં આવે છે. માત્ર તે બેલેટ પેપરની ગણના થાય છે જે આરઓ (ચૂંટણી અધિકારી) પાસે મતની ગણતરી શરૂ થયાના નક્કી સમયસીમા પહેલા આવી ચુક્યા છે. બેલેટ પેપરની ગણતરી શરૂ થવાની 30 મિનિટ બાદ EVM દ્વારા નાખવામાં આવેલા મતની ગણતરી શરૂ કરવામાં આવે છે.
જો કોઇ લોકસભા વિસ્તારમાં કોઇ બેલેટ પેપર નથી તો EVM દ્વારા આપવામાં આવેલા મતની ગણતરી શરૂ કરી શકાય છે. મતગણતરી કેન્દ્ર પર મતની ગણતરી માટે ફોર્મ 17સી સાથે EVMની માત્ર કંટ્રોલ યૂનિટ (સીયૂ)નો ઉપયોગ કરવામાં આવે છે.
EVMના સીયૂથી પરિણામ સુનિશ્ચિત કર્યા પહેલા મતગણતરી અધિકારી આ સુનિશ્ચિત કરશે કે તેના પર લાગેલી પેપર સીલ યોગ્ય છે અને નાખવામાં આવેલા કૂલ મત ફોર્મ 17સીમાં ઉલ્લેખિત મતો સાથે મેળ ખાય છે. સીયૂનું પરિણામ, ગણતરી સુપરવાઇઝર, સૂક્ષ્મ સુપરવાઇઝર અને ઉમેદવારના ગણના એજન્ટોને બતાવ્યા બાદ ફોર્મ્ 17 સીના ભાગ- IIમાં નોંધવામાં આવશે.
સીયૂના પરિણામ જાહેર ના થવાની સ્થિતિમાં તમામ સીયૂમાં નોંધાયેલા મતની ગણતરી બાદ સંબંધિત સીયૂના વીવીપેટની પર્ચીની ગણના કરવામાં આવે છે.
દરેક સીયૂના ઉમેદવાર વાર પરિણામ ફોર્મ 17સીના ભાગ IIમાં નોંધવામાં આવશે તથા મતગણતરી સુપરવાઇઝર અને મતગણતરી ટેબલ પર હાજર ઉમેદવારોના મતગણના એજન્ટ દ્વારા તેના પર હસ્તાક્ષર કરવામાં આવશે.
દરેક મતદાન કેન્દ્રનું ફોર્મ 17સી તે અધિકારીને મોકલવામાં આવવો જોઇએ જે ફોર્મ 20માં અંતિમ પરિણામ પત્રક સંકલિત કરી રહ્યો છે. વીવીપેટની ગણતરી સીયૂમાં નોંધાયેલા મતની ગણતરી પુરી થયા બાદ કરવી જોઇએ. વીવીપેટથી જરૂરી સત્યની પ્રક્રિયા હેઠળ સંસદીય વિસ્તાર અંતર્ગત આવતી દરેક વિધાનસભા વિસ્તારના આધાર પર પાંચ મતદાન કેન્દ્રોને પસંદ કરવામાં આવશે અને આ મતની ગણતરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ થશે.







