મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ, ચૂંટણી પંચના કમિશનર રાંચી પહોંચ્યા

Election commissioner reaches Ranchi before Jharkhand Assembly Election | જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી વચ્ચે હવે અન્ય રાજ્યમાં ચૂંટણી યોજવા મ

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ, ચૂંટણી પંચના કમિશનર રાંચી પહોંચ્યા

જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી વચ્ચે હવે અન્ય રાજ્યમાં ચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી છે. ચૂંટણી પંચના કમિશનર રાજીવ કુમાર ઝારખંડના પાટનગર રાંચી પહોંચ્યા છે. ચૂંટણી પંચના કમિશનર રાજીવ કુમાર રાંચીમાં ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સમીક્ષા કરશે.

ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ

ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરવા માટે ભારતીય ચૂંટણી પંચની ટીમ રાંચી પહોંચી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્ત્વમાં 12 સભ્યની ટીમના સભ્ય 23 અને 24 સપ્ટેમ્બરે રાંચીમાં અલગ અલગ સમીક્ષા બેઠકમાં ભાગ લેશે.

ચૂંટણી પંચની ટીમ 5 બેઠકમાં ભાગ લેશે

ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી કે. રવિકુમારે જણાવ્યું કે ભારતની ચૂંટણીની ટીમ ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરવા બે દિવસમાં પાંચ બેઠકમાં ભાગ લેશે. ચૂંટણી પંચની ટીમ મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને પોલીસ વડા સહિત અન્ય સીનિયર પદાધિકારીઓ સાથે બેઠક કરશે. આ સિવાય વિવિધ કેન્દ્રીય એજન્સી સિવાય રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે પણ બેઠક કરશે.

ઝારખંડની સાથે મહારાષ્ટ્રની પણ ચૂંટણી યોજાઇ શકે

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવાના સંકેત વચ્ચે ચૂંટણી પંચ બન્ને રાજ્યનો પ્રવાસ કરશે અને ચૂંટણી તૈયારીની સમીક્ષા કરશે. સૂત્રો અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્ત્વમાં ચૂંટણી પંચની ટીમ ઝારખંડ બાદ 27-28 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રનો પ્રવાસ કરશે.

ગત વખતે મહારાષ્ટ્ર અને હરિયાણામાં એક સાથે ચૂંટણી યોજાઇ હતી જ્યારે ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી અલગ થઇ હતી. જોકે, સુત્રોએ સંકેત આપ્યા છે કે આ વખતે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં એક સાથે ચૂંટણી કરાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે સમાપ્ત થઇ રહ્યો છે જ્યારે ઝારખંડમાં વિધાનસભાનો કાર્યકાળ પાંચ જાન્યુઆરીએ પૂર્ણ થશે.

આ સમાચાર શેર કરો