Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Election Commission sends notice to Pawan Kheda regarding two voter IDs

ચૂંટણી પંચે પવન ખેડાને નોટિસ મોકલી: બે EPIC નંબરને લઇને કાર્યવાહી; ભાજપે લગાવ્યો હતો ગંભીર આરોપ

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2025
લાઇવ ટીવીGoogle News
ચૂંટણી પંચે પવન ખેડાને નોટિસ મોકલી: બે EPIC નંબરને લઇને કાર્યવાહી; ભાજપે લગાવ્યો હતો ગંભીર આરોપ
સોર્સ : GSTV

બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સતત ભાજપ પર વોટ ચોરીના મુદ્દે ઘેરી રહ્યા છે. હવે ભાજપે કોંગ્રેસ નેતા પવન ખેડા પર બે વોટર ID કાર્ડ રાખવાનો આરોપ લગાવ્યો છે. ચૂંટણી પંચે પવન ખેડાને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે.

App Store

પવન ખેડા પાસે બે EPIC નંબર હોવાનો ભાજપનો દાવો

મહત્ત્વપૂર્ણ છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના IT સેલના પ્રમુખ અમિત માલવીયે વોટ ચોરી પર કોંગ્રેસ પર પલટવાર કરતા પવન ખેડા પર ગંભીર આરોપ લગાવ્યો હતો. અમિત માલવીયાએ દાવો કર્યો હતો કે પવન ખેડાએ બે ચૂંટણી વિસ્તારમાં મતદાર યાદીમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવી રાખ્યુ છે આ સાથે પવન ખેડાના બે ઓળખ પત્ર નંબર પણ શેર કરવામાં આવ્યા છે જેમાંથી એક નંબર જંગપુરા વિધાનસભા વિસ્તાર અને બીજો નવી દિલ્હી વિધાનસભા વિસ્તારમાં છે. 

તેજસ્વી યાદવ સહિતના નેતાઓ પાસે બે EPIC નંબરને લઇને થયો હતો વિવાદ

ચૂંટણી પંચે પ્રથમ વખત કોઇને નોટિસ ફટકારી નથી. આ પહેલા તેજસ્વી યાદવ, વિજય કુમાર સિન્હા, રેણુ દેવી જેવા નેતાઓ પાસે પણ બે-બે વોટર આઇડી કાર્ડ મળ્યા હતા. ચૂંટણી પંચે આ તમામ લોકોને નોટિસ મોકલીને જવાબ માંગ્યો હતો. Representation of Peoples Act 1951, Section 62, Subclause 2 એમ કહે છે કે કોઇ પણ વ્યક્તિ એક કરતા વધારે વિધાનસભામાં મત નાખી શકતો નથી.