મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્ર: શપથ પહેલા શિંદેએ ફરી રાખી શરત, ફડણવીસનું ટેન્શન વધાર્યું?

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી કોણ બનશે તેની તસવીર સ્પષ્ટ થયા બાદ આજે દેવેન્દ્ર ફડણવીસ શપથ લે

મહારાષ્ટ્ર: શપથ પહેલા શિંદેએ ફરી રાખી શરત, ફડણવીસનું ટેન્શન વધાર્યું?

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી કોણ બનશે તેની તસવીર સ્પષ્ટ થયા બાદ આજે દેવેન્દ્ર ફડણવીસ શપથ લેશે. શપથ પહેલા શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ ફડણવીસનું ટેન્શન વધાર્યુઁ છે. શિંદે ડેપ્યુટી સીએમ બનવા તૈયાર થઇ ગયા છે પરંતુ તે હજુ પણ ગૃહમંત્રાલયની માંગ કરી રહ્યાં છે. જ્યારે ફડણવીસ ડેપ્યુટી સીએમ હતા ત્યારે પણ આ વિભાગ તેમની પાસે જ હતો.

એકનાથ શિંદેની જવાબદારી નક્કી નથી

એકનાથ શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવાની જાહેરાત થઇ છે પરંતુ સરકારમાં તેમની શું ભૂમિકા હશે તેની તસવીર હજુ સ્પષ્ટ થઇ નથી. જોકે, શિવસેનાએ ઔપચારિક રીતે પત્ર આપીને ફડણવીસ સરકારને પોતાનું સમર્થન આપી દીધુ છે.

એકનાથ શિંદેની શું છે માંગ?

એકનાથ શિંદે કેટલાક દિવસથી ગૃહમંત્રાલયની પોતાની માંગ પર અડગ છે. એક રિપોર્ટ અનુસાર, શિંદે ગૃહમંત્રાલયની સાથે શિવસેનાને 12 મંત્રાલય આપવાની માંગ કરી રહ્યાં છે. શિવસેના નેતાઓનું કહેવું છે કે મુખ્યમંત્રી પદ ના મળવાને કારણે હવે માત્ર ગૃહમંત્રાલય જ એવી જવાબદારી છે જે શિદે માટે યોગ્ય હશે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું કે જો ફડણવીસ ગૃહમંત્રાલય નથી છોડતા તો શિંદેને શહેરી વિકાસ, રાજસ્વ અને ઊર્જા વિભાગ આપવામાં આવી શકે છે.

આ કારણે ગૃહમંત્રાલય ઇચ્છે છે શિંદે

શિવસેનાના એક નેતાએ જણાવ્યું કે શિંદે પાસે પહેલા પોલીસ, નાગરિક પ્રશાસન અને શહેરી વિકાસ મંત્રાલય હતો પરંતુ મુખ્યમંત્રી હોવાને કારણે સરકાર પર તેમનો પુરો દબદબો હતો અને ફડણવીસ પણ તાકાત વગરના લાગતા હતા.

હવે જ્યારે ફડણવીસનો સરકાર પર દબદબો હશે, એવામાં શિંદે ગૃહમંત્રાલય જેવો મોટો વિભાગ ઇચ્છે છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર: દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી પદના આજે લેશે શપથ, મુંબઈના આઝાદ મેદાનમાં સમારોહ

ફડણવીસ આજે લેશે મુખ્યમંત્રી પદના શપથ

મહત્ત્વપૂર્ણ છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા દેવેન્દ્ર ફડણવીસ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લેશે. સુત્રોએ જણાવ્યું કે શિવસેના નેતા એકનાથ શિંદે અને NCPના અજિત પવાર નવા મંત્રી મંડળમાં નાયબ મુખ્યમંત્રીના શપથ લેશે. શપથગ્રહણ સમારંભ મુંબઇના આઝાદ મેદાનમાં યોજાશે અને તેમાં NDA શાસિત રાજ્યોના કેટલાક મુખ્યમંત્રી અને નેતા સામેલ થશે.

આ સમાચાર શેર કરો