Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : ED seizes assets worth Rs 11.14 crore of Raina and Shikhar Dhawan in betting app case

સુરેશ રૈના અને શિખર ધવનની 11.14 કરોડની સંપત્તિ જપ્ત, સટ્ટાબાજી એપ કેસમાં EDની સખ્તાઈ

Timeછેલ્લું અપડેટ : 06 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સુરેશ રૈના અને શિખર ધવનની 11.14 કરોડની સંપત્તિ જપ્ત, સટ્ટાબાજી એપ કેસમાં EDની સખ્તાઈ
સોર્સ : GOOGLE

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો સુરેશ રૈના અને શિખર ધવનની મુશ્કેલીઓ વધી ગઈ છે. ગુરુવારે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સટ્ટાબાજી એપ્લિકેશન કેસના સંદર્ભમાં ₹11.14 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઓનલાઈન સટ્ટાબાજી સાઇટ 1xBet સામેના કેસમાં મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ ધવનની ₹4.5 કરોડની સ્થાવર મિલકતો અને ₹6.64 કરોડના મ્યુચ્યુઅલ ફંડની રકમ જપ્ત કરવાનો કામચલાઉ આદેશ જારી કરવામાં આવ્યો છે.

App Store

EDએ આ દિગ્ગજોની પણ કરી છે પૂછપરછ

ED તપાસમાં જાણવા મળ્યું છે કે બંને પૂર્વ ક્રિકેટરોએ 1xBet અને તેના પ્રતિનિધિઓના પ્રચાર માટે વિદેશી સંસ્થાઓ સાથે જાણી જોઈને સમજૂતિ કરાર કર્યા હતા.ED એ આ કેસમાં આ બંને ક્રિકેટરો ઉપરાંત યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પા, અભિનેતા સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, મીમી ચક્રવર્તી (ભૂતપૂર્વ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ) અને અંકુશ હઝરા (બંગાળી અભિનેતા) જેવા અન્ય ભૂતપૂર્વ ક્રિકેટરો સહિત દિગ્ગજોની પણ પૂછપરછ કરી છે.