મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

શિંદે જૂથના નેતાના રૂમમાંથી રૂ. 2 કરોડની રોકડ કરી જપ્ત, ચૂંટણી પંચની મોટી કાર્યવાહી

એક મોટી કાર્યવાહીમાં ચૂંટણી પંચના અધિકારીઓએ મહારાષ્ટ્રના નાસિકની એક હોટલમાંથી રૂ

શિંદે જૂથના નેતાના રૂમમાંથી રૂ. 2 કરોડની રોકડ કરી જપ્ત,  ચૂંટણી પંચની મોટી કાર્યવાહી

એક મોટી કાર્યવાહીમાં ચૂંટણી પંચના અધિકારીઓએ મહારાષ્ટ્રના નાસિકની એક હોટલમાંથી રૂ. 2 કરોડની રોકડ જપ્ત કરી છે. આ રકમ શિંદે જૂથના નેતા જયંત સાઠેના રૂમમાંથી મળી આવી હતી, જ્યાંથી 500 રૂપિયાની નોટો ભરેલી બેગ મળી આવી હતી. ચૂંટણી પંચે આ મામલાને ગંભીરતાથી લઈને તેની તપાસ શરૂ કરી છે.

હાલ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે. રાજ્યમાં 20 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. પરિણામ 23મી નવેમ્બરે જાહેર કરવામાં આવશે. એક તરફ પ્રચારનો ઉત્સાહ ચરમસીમા પર છે તો બીજી તરફ નાસિકમાં ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. એક જાણીતી હોટલમાંથી રૂ.5 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેના કારણે શહેરમાં સનસનાટી મચી જવા પામી છે.

ચૂંટણી પંચની ભરરી ટીમે નાશિક શહેરની પ્રખ્યાત હોટલ રેડિસન બ્લુમાં દરોડા પાડ્યા હતા. શિવસેના શિંદે જૂથના નાસિક સંપર્ક પ્રમુખ જયંત સાઠે અને પક્ષના નિરીક્ષક લલિત વાનખેડેના રૂમ નંબર 707માંથી રૂ. 2 કરોડની રકમ મળી આવી હતી. આ રૂમમાંથી શિવસેનાના અધિકારીઓને પૈસાની વહેંચણી કરવામાં આવી રહી હોવાની માહિતી સામે આવી છે. નાસિક શહેરના પૂર્વ કોર્પોરેટર અને શિવસેના શિંદે જૂથના અધિકારીઓ પણ ત્યાં હાજર હતા.

આ હોટલમાં શિંદે ગ્રુપના કાર્યકરોના નામે 2 રૂમ બુક કરવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન કાળા રંગની કારમાંથી પૈસા ભરેલી બેગ મળી આવી હતી. જેમાંથી 2 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે અને બાકીના નાણા માટે સર્ચ ચાલી રહ્યું છે. ચૂંટણી પંચની આ કાર્યવાહીથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

આ સમાચાર શેર કરો