મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કેન્દ્રીય કર્મચારીઓ માટે દિવાળીની ભેટ! DAમાં 3%નો વધારો, ઓક્ટોબરના પગારમાં મળશે 4 મહિનાનું એરિયર

કેન્દ્રીય કર્મચારીઓ માટે દિવાળીની ભેટ! DAમાં 3%નો વધારો, ઓક્ટોબરના પગારમાં મળશે 4 મહિનાનું એરિયર
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

લાંબા સમયથી કેન્દ્રીય કર્મચારીઓ આશા રાખીને બેઠા હતા કે સરકાર દિવાળીના તહેવાર પર તેમને મોંઘવારી ભથ્થામાં વધારાની ભેટ આપશે. કેન્દ્રીય કેબિનેટે આ રાહનો સુખદ અંત આણતાં જુલાઈ મહિનાથી લાગુ થનારા મોંઘવારી ભથ્થામાં 3%ના વધારાને સત્તાવાર મંજૂરી આપી દીધી છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટના નિર્ણયોની માહિતી આપતાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખથી વધુ પેન્શનર્સને દિવાળીની આ શાનદાર ભેટ આપી છે.

DA વધીને 63 ટકા થયું, સરકારી તિજોરી પર રૂ.10,016 કરોડનો બોજ

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો મંજૂર કરાયો છે, જેના કારણે હવે કર્મચારીઓનું DA 60% થી વધીને 63% થઈ ચૂક્યું છે.
મોંઘવારી ભથ્થામાં આ વધારો જુલાઈ મહિનાથી અમલી ગણાશે.
સરકારના આ પગલાથી કેન્દ્ર સરકારની તિજોરી પર આશરે રૂ.10,016 કરોડનો વધારાનો નાણાકીય બોજ પડશે.

ઓક્ટોબરના પગાર સાથે 4 મહિનાનું એકસાથે મળશે એરિયર

કર્મચારીઓને જુલાઈ મહિનાથી લાગુ થયેલા આ વધારા સાથે ઓક્ટોબર સુધીના કુલ 4 મહિનાનું એરિયર એકસાથે આપવામાં આવશે. આ તમામ રકમ કર્મચારીઓના ઓક્ટોબર મહિનાના પગાર સાથે જમા કરવામાં આવશે, જેથી દિવાળીના તહેવાર પહેલાં તેમના ખાતામાં મોટી રકમ જમા થશે.

બેઝિક પગાર મુજબ દર મહિને કેટલી સેલરી વધશે?

DA માં 3% ના વધારા પછી કર્મચારીઓના માસિક પગારમાં સારો એવો વધારો જોવા મળશે:

જો તમારી બેઝિક સેલરી રૂ.18,000 છે, તો દર મહિને રૂ.540 નો વધારો થશે.
જો તમારી બેઝિક સેલરી રૂ.30,000 છે, તો દર મહિને રૂ.900 નો વધારો થશે.
જો તમારી બેઝિક સેલરી રૂ.50,000 છે, તો દર મહિને રૂ.1,500 નો સીધો વધારો થશે.
4 મહિનાનું કુલ એરિયર કેટલું મળશે?

ઓક્ટોબર સેલરી સાથે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર એમ 4 મહિનાનું મોંઘવારી ભથ્થું એકસાથે જોડીને આપવામાં આવશે:

રૂ.18,000 બેઝિક સેલરી પર: રૂ.2,160નું એરિયર ઓક્ટોબરના પગાર સાથે મળશે.
રૂ.30,000 બેઝિક સેલરી પર: રૂ.3,600નું એરિયર ઓક્ટોબરના પગાર સાથે ખાતામાં આવશે.
રૂ.50,000 બેઝિક સેલરી પર: રૂ.6,000નું એરિયર ઓક્ટોબરના પગાર સાથે જમા થશે.

આ સમાચાર શેર કરો